PM મોદી કાલે મુંબઈમાં Global Fintech Fest 2026નું ઉદ્ઘાટન કરશે, AI-ક્વોન્ટમ ટેક્નોલોજી પર થશે મંથન



Global Fintech Fest 2026
PM મોદી કાલે મુંબઈમાં Global Fintech Fest 2026નું ઉદ્ઘાટન કરશે, AI-ક્વોન્ટમ ટેક્નોલોજી પર થશે મંથન



Global Fintech Fest 2026
Global Fintech Fest 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 8 સપ્ટેમ્બરે મુંબઈમાં Global Fintech Fest (GFF) 2026ના સાતમા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસ સુધી ચાલનારા આ વૈશ્વિક ફિનટેક સંમેલનમાં નીતિ નિર્માતાઓ, નિયમનકારી સંસ્થાઓ, બેન્કો, નાણાકીય કંપનીઓ, ટેક્નોલોજી નિષ્ણાતો, રોકાણકારો અને શિક્ષણવિદો ભાગ લેશે. 8થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં ઉભરતી ટેક્નોલોજી અને નાણાકીય સમાવેશમાં તેની ભૂમિકા અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવશે.
AIથી ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી થશે મંથન
GFF 2026ની થીમ “Potential to Impact: Agentic AI, Tokenisation, Quantum-Trusted, Connected, Global Systems for Inclusive Finance” રાખવામાં આવી છે. સંમેલનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), પ્રોગ્રામેબલ ફાઇનાન્સ, ક્વોન્ટમ ટેક્નોલોજી, ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સેવાઓના ભવિષ્ય જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.
સરકારના જણાવ્યા અનુસાર, સંમેલનનો હેતુ નીતિ, નિયમન, ટેક્નોલોજી, રોકાણ અને ઉદ્યોગ જગતને એક જ મંચ પર લાવવાનો છે. ખાસ કરીને Agentic AI અને અન્ય આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકો, વ્યવસાયો અને અર્થતંત્ર માટે વધુ વિશ્વસનીય તથા સમાવેશી નાણાકીય ઉકેલો કેવી રીતે તૈયાર કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
UPI અને ડિજિટલ પેમેન્ટમાં ભારતની સિદ્ધિઓ પર પણ ચર્ચા
ભારતે ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સમાવેશના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે. UPI, Digital Public Infrastructure અને Fintech Innovationની સફળતાને આગામી સ્તરે લઈ જવા માટેની વ્યૂહરચનાઓ અંગે પણ GFF 2026માં ચર્ચા થશે.
મુંબઈને ‘ફિનટેક કેપિટલ’ બનાવવાનો પ્રયાસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈને માત્ર ભારતની નાણાકીય રાજધાની જ નહીં પરંતુ દેશની ફિનટેક રાજધાની તરીકે વિકસાવવાની વાત કરી છે. મહારાષ્ટ્ર સ્ટાર્ટઅપ, વેન્ચર ફંડિંગ અને યુનિકોર્ન કંપનીઓની સંખ્યાના મામલે દેશના અગ્રણી રાજ્યોમાં છે. રાજ્યમાં ફિનટેક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્લગ-એન્ડ-પ્લે પાર્ક, સિંગલ વિન્ડો મંજૂરી વ્યવસ્થા અને ઝડપી જમીન ફાળવણી જેવી સુવિધાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. GFF 2026થી ભારતના ડિજિટલ નાણાકીય નેતૃત્વને વધુ મજબૂતી મળવાની સાથે AI, ક્વોન્ટમ ટેક્નોલોજી અને ટોકનાઇઝેશન જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સહયોગ અને રોકાણની નવી તકો ઊભી થવાની શક્યતા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



