Mirzapur The Movie: પહેલાં કરવું પડશે ‘ગુડ્ડુ પંડિત’નું હોમવર્ક! સીઝન 1ના આ 6 એપિસોડ નહીં જોયા તો ફિલ્મના ટ્વિસ્ટ રહી જશે અધૂરા



Mirzapur The Movie
Mirzapur The Movie: પહેલાં કરવું પડશે ‘ગુડ્ડુ પંડિત’નું હોમવર્ક! સીઝન 1ના આ 6 એપિસોડ નહીં જોયા તો ફિલ્મના ટ્વિસ્ટ રહી જશે અધૂરા



Mirzapur The Movie
Mirzapur The Movie: OTT પર હિંસા, ડાર્ક હ્યુમર અને સત્તાની ખૂની રમતથી દર્શકોમાં લોકપ્રિય બનેલી સુપરહિટ ફ્રેન્ચાઇઝી ‘મિર્ઝાપુર’ હવે મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. Prime Video પર ત્રણ સફળ સીઝન બાદ ‘મિર્ઝાપુર: ધ મૂવી’ દ્વારા કાલીન ભૈયા, ગુડ્ડુ પંડિત અને મુન્ના ભૈયાની દુનિયા ફરી એકવાર દર્શકો સામે આવશે. જોકે ફિલ્મ જોવા માટે થિયેટરમાં જતાં પહેલાં ગુડ્ડુ પંડિત એટલે કે અભિનેતા અલી ફઝલે દર્શકોને ખાસ હોમવર્ક આપ્યું છે. આ હોમવર્ક નહીં કરો તો ફિલ્મની કેટલીક મહત્વપૂર્ણ કડીઓ અને ટ્વિસ્ટ સમજવામાં મુશ્કેલી પડી શકે છે.
માત્ર સીઝન 1ના 6 એપિસોડ જ જોવાના!
ફિલ્મના પ્રમોશન માટે પટણા પહોંચેલા અલી ફઝલે ફેન્સને સલાહ આપી છે કે તેઓ ફિલ્મ જોતા પહેલાં ‘મિર્ઝાપુર’ની સીઝન 1ના માત્ર પ્રથમ 6 એપિસોડ ફરીથી જોઈ લે. તેમના જણાવ્યા પ્રમાણે, ફિલ્મની અસલી કહાનીનો આધાર સીઝન 1ના છઠ્ઠા એપિસોડથી જોડાયેલો છે. એટલે દર્શકોએ ત્રણેય સીઝન ફરીથી જોવાની જરૂર નહીં પડે.
છઠ્ઠા એપિસોડથી આવશે કહાનીમાં મોટો વળાંક
‘મિર્ઝાપુર’ની શરૂઆત પૂર્વાંચલની ખૂની દુનિયાથી થાય છે, જ્યાં અખંડાનંદ ત્રિપાઠી ઉર્ફે કાલીન ભૈયા પોતાના કાર્પેટના ધંધાની આડમાં હથિયારોનું મોટું સામ્રાજ્ય ચલાવે છે. તેનો પુત્ર મુન્ના ભૈયા પિતાથી તદ્દન અલગ સ્વભાવ ધરાવે છે અને કોઈપણ રીતે સત્તા મેળવવા માગે છે. સીઝન 1ના શરૂઆતના એપિસોડ્સ આ પાત્રો અને મિર્ઝાપુરની સત્તાની લડાઈને સ્થાપિત કરે છે, પરંતુ છઠ્ઠા એપિસોડથી કહાનીમાં મોટો ફેરફાર આવે છે. અલી ફઝલના જણાવ્યા અનુસાર, આ જ ભાગ ફિલ્મ માટે મહત્વપૂર્ણ છે.
શું સીઝન 2 અને 3 જોવી જરૂરી છે?
ફિલ્મ પહેલાં ફેન્સમાં સૌથી મોટો સવાલ એ છે કે શું સીઝન 2 અને 3ની આખી કહાની યાદ રાખવી જરૂરી છે? અલી ફઝલે ખાસ કરીને સીઝન 1ના છઠ્ઠા એપિસોડને મહત્વ આપ્યું હોવાથી એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે ફિલ્મ સીધી રીતે સીઝન 2 અને 3ની ઘટનાઓને આગળ નહીં વધારે. ફિલ્મ મિર્ઝાપુરની દુનિયામાંથી એક નવી અથવા વૈકલ્પિક કહાની રજૂ કરી શકે છે. તેથી હાલ સૌથી જરૂરી હોમવર્ક સીઝન 1ના પહેલા છ એપિસોડ જોવાનું છે.
નવી સ્ટારકાસ્ટ વધારશે ફિલ્મનો રોમાંચ
‘મિર્ઝાપુર: ધ મૂવી’માં કેટલીક મહત્વપૂર્ણ કાસ્ટ બદલાઈ છે. બબલુ પંડિતનું પાત્ર અગાઉ વિક્રાંત મેસીએ ભજવ્યું હતું, જ્યારે ફિલ્મમાં આ ભૂમિકામાં જિતેન્દ્ર કુમાર જોવા મળશે. ‘પંચાયત’ના સચિવજી તરીકે જાણીતા જિતેન્દ્રને આ ગંભીર પાત્રમાં જોવું રસપ્રદ રહેશે. આ ઉપરાંત અભિનેતા રવિ કિશન ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે એન્ટ્રી કરી રહ્યા છે.
જૂના કલાકારો પણ ફરી જોવા મળશે
ફિલ્મમાં અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, હર્ષિતા ગૌર, શ્રિયા પિલગાંવકર, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલંગ સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ગુરમીત સિંહે કર્યું છે, જેમણે ‘મિર્ઝાપુર’ની વેબ સિરીઝની ત્રણેય સીઝનનું પણ દિગ્દર્શન કર્યું હતું.




