Get News Alerts

Never miss breaking news updates.

દીવના નાગવા બીચ પર મૃત હાલતમાં ડોલ્ફિન મળી, મોતનું કારણ અકબંધ

Diu Dolphin Death: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયાકાંઠેથી એક ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. દીવના લોકપ્રિય નાગવા બીચ પર વહેલી સવારે દરિયાકિનારે ડોલ્ફિનનો મૃતદેહ જોવા મળ્યો...
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 04:25 PM IST
દીવના નાગવા બીચ પર મૃત હાલતમાં ડોલ્ફિન મળી, મોતનું કારણ અકબંધદીવના નાગવા બીચ પર મૃત હાલતમાં ડોલ્ફિન મળી, મોતનું કારણ અકબંધ

Diu Dolphin Death

Diu Dolphin Death: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયાકાંઠેથી એક ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. દીવના લોકપ્રિય નાગવા બીચ પર વહેલી સવારે દરિયાકિનારે ડોલ્ફિનનો મૃતદેહ જોવા મળ્યો હતો. વહેલી સવારે દરિયાકાંઠે ફરવા આવેલા સ્થાનિક લોકોની નજર ડોલ્ફિનના મૃતદેહ પર પડતાં ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા ડોલ્ફિનના મૃતદેહને દરિયાકિનારેથી દૂર લઈ જઈ દફન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ડોલ્ફિનના મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી

નાગવા બીચ પર મૃત હાલતમાં મળી આવેલી ડોલ્ફિનનું મોત કયા કારણોસર થયું તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ડોલ્ફિનનું મોત કુદરતી રીતે થયું કે અન્ય કોઈ કારણસર, તે અંગેની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. દીવના દરિયામાં મોટી સંખ્યામાં ડોલ્ફિન જોવા મળતી હોવાથી અહીં આવતા પ્રવાસીઓ માટે પણ ડોલ્ફિન મુખ્ય આકર્ષણોમાંની એક છે. આવી સ્થિતિમાં દરિયાકિનારે ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવવાની ઘટના ચિંતાનો વિષય બની છે. હાલમાં સ્થાનિક સ્તરે મૃતદેહને દફન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડોલ્ફિનના મોત અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ અને મોતનું ચોક્કસ કારણ શું છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]