Maharashtraમાં હૃદયદ્રાવક ઘટના: જમવાનું ન બનાવતાં પુત્રએ માતાની હત્યા કરી હોવાનો આક્ષેપ

Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં માતા-પુત્રના સંબંધને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જમવાનું ન બનાવવાના મુદ્દે થયેલા વિવાદમાં પુત્રએ પોતાની 63 વર્ષીય માતાની હત્યા કરી હોવાનો આક્ષેપ છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 26 Oct 2026 12:38 PM IST
Maharashtraમાં હૃદયદ્રાવક ઘટના: જમવાનું ન બનાવતાં પુત્રએ માતાની હત્યા કરી હોવાનો આક્ષેપMaharashtraમાં હૃદયદ્રાવક ઘટના: જમવાનું ન બનાવતાં પુત્રએ માતાની હત્યા કરી હોવાનો આક્ષેપ

Maharashtra

Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં માતા-પુત્રના સંબંધને શરમાવે તેવી ઘટના સામે આવી છે. બોદવડ તાલુકાના યેવતી ગામમાં જમવાનું ન બનાવવાના મુદ્દે થયેલા વિવાદમાં પુત્રએ પોતાની 63 વર્ષીય માતાની હત્યા કરી હોવાનો આક્ષેપ છે. મૃતક મહિલાની ઓળખ અલકાબાઈ પુરુષોત્તમ વાઘ તરીકે થઈ છે, જ્યારે આરોપી પુત્રનું નામ ગણેશ પુરુષોત્તમ વાઘ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બોદવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જમવાનું ન બનાવતાં ગુસ્સે થયો પુત્ર

પ્રાથમિક માહિતી અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, રવિવાર, 25 ઓક્ટોબરની વહેલી સવારે જમવાનું ન બનાવવાના મુદ્દે ગણેશનો તેની માતા સાથે વિવાદ થયો હતો. આ દરમિયાન તેણે કાચના અથાણાના બરણીથી માતાના માથા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં અલકાબાઈ નીચે પડી જતાં પુત્રએ ધારદાર સાધનથી તેમના પર વધુ હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

પૌત્રને ફોન પર મળી હત્યાની જાણ

આ મામલે ફરિયાદી આકાશ રવીન્દ્ર મહાજન મૃતક અલકાબાઈના પૌત્ર છે. તેઓ જળગાંવ જિલ્લાના જામનેર તાલુકાના પાટખેડા ગામમાં પોતાના બનેવી સાથે મજૂરીકામ કરે છે. રવિવારે સવારે આશરે 5:05 વાગ્યે તેમના ભાઈ અનિકેતે ફોન કરીને દાદીની હત્યા થઈ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ આકાશ પોતાના સાળા ધર્મરાજ શશિકાંત પાટીલ સાથે યેવતી ગામે પહોંચ્યા હતા.

ઘરમાં લોહીથી લથપથ હાલતમાં મળી લાશ

ફરિયાદી સવારે આશરે 5:30 વાગ્યે અલકાબાઈના ઘરે પહોંચ્યા ત્યારે ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ હતી. ઘરની અંદર અલકાબાઈ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડેલાં હતાં અને તેમના શરીર પર ધાબળો ઢાંકેલો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, નજીકમાં ગણેશ પણ બેઠેલો હતો. સ્થળ પરથી લોહીના ડાઘવાળી તૂટેલી અથાણાની બરણી અને ખેતીમાં વપરાતાં લોખંડનાં સાધનો મળી આવ્યાં હોવાનું કહેવાય છે.

બોદવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગણેશે પૂછપરછ દરમિયાન જમવાનું ન બનાવવાના ગુસ્સામાં માતા પર હુમલો કર્યાની વાત કહી હતી. આ ઘટના બાદ આકાશ મહાજને બોદવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી અને તપાસ સંબંધિત સત્તાવાર વિગતોના આધારે આગળની માહિતી સ્પષ્ટ થશે.

નોંધ: ઘટનાની વિગતો ફરિયાદમાં કરાયેલા આક્ષેપો પર આધારિત છે. આરોપ સાબિત થાય ત્યાં સુધી આરોપીને દોષિત ગણવો યોગ્ય નથી.

આ પણ વાંચો : Delhi News: હર્ષ વિહારમાં બાંધકામ દરમિયાન દુર્ઘટના, સ્લેબ ધરાશાયી થતાં 2નાં મોત

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.