Captain Smit Machchharને મળશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’, ગુજરાત સરકાર આપશે રૂ.25 લાખનું ઈનામ



Captain Smit Machchhar
Captain Smit Machchharને મળશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’, ગુજરાત સરકાર આપશે રૂ.25 લાખનું ઈનામ



Captain Smit Machchhar
Captain Smit Machchhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારને ગુજરાત સરકાર ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’થી સન્માનિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કેપ્ટન સ્મિત મચ્છાર માટે રૂ.25 લાખના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે.
ગંભીર ઈજા છતાં બતાવ્યું સાહસ
ફ્લાઈટ FZ1073માં કોકપિટની અંદર થયેલા હુમલામાં કેપ્ટન સ્મિત મચ્છાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજા અને લોહી વહેવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ મુસાફરો અને ક્રૂના સભ્યો કોકપિટમાં પહોંચ્યા અને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી શક્યા.
આ દરમિયાન વિમાનનું સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુક ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં કુલ 174 લોકો સવાર હોવાના અહેવાલ છે.
CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કેપ્ટન સ્મિત મચ્છારની અસાધારણ બહાદુરી અને માનવતાપૂર્ણ કામગીરીના સન્માનમાં રાજ્ય સરકાર તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’ આપશે. તેમણે જણાવ્યું કે સ્મિત મચ્છારની બહાદુરીથી ગુજરાત અને દેશનું ગૌરવ વધ્યું છે.
ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પણ કેપ્ટન સ્મિત મચ્છારની હિંમતની પ્રશંસા કરી અને તેમને મળનારા સન્માન અંગે માહિતી આપી છે.
તબુકમાં સારવાર બાદ આગળની સારવાર
ઘટના બાદ કેપ્ટન સ્મિત મચ્છારને સાઉદી અરેબિયાના તબુકમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે અને આગળની સારવાર માટે તેમને દુબઈ ખસેડવામાં આવ્યા છે.
ફ્લાઈટમાં શું બન્યું હતું?
બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટ FZ1073માં કોકપિટમાં વિવાદ બાદ ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર સહ-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ફ્લાઈટની સ્થિતિ અચાનક ગંભીર બની હતી અને વિમાનનું રૂટ બદલીને તબુક ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. કોકપિટનો દરવાજો ખૂલ્યા બાદ મુસાફરો અને ક્રૂના સભ્યોએ કોકપિટમાં પ્રવેશ કરીને સ્થિતિ નિયંત્રિત કરવામાં મદદ કરી હતી. ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિ અને હુમલા પાછળનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
PM મોદીએ પણ કરી હતી પ્રશંસા
કેપ્ટન સ્મિત મચ્છારની કામગીરીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. PM મોદીએ તેમને ‘હીરો’ ગણાવી તેમની હિંમત અને સૂઝબૂઝની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો : PM Shri Schoolમાં ‘લર્નિંગ બાય ડૂઇંગ’ને મળશે નવી ગતિ, રૂ.2.34 કરોડનું ફંડ ફાળવાયું





