Delhi Varanasi Bullet Train: માત્ર 3 કલાકમાં દિલ્હીથી પહોંચાશે વારાણસી, બીજી બુલેટ ટ્રેનને મળી મંજૂરી, જાણો સમય અને રૂટ

Delhi Guwahati Bullet Train: દેશના બીજા સૌથી મોટા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે દિલ્હી-વારાણસી-ગુવાહાટી બુલેટ ટ્રેન કોરિડોરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
Nancy ShuklaUpdated on: 31 Oct 2026 07:33 PM IST
Delhi Varanasi Bullet Train: માત્ર 3 કલાકમાં દિલ્હીથી પહોંચાશે વારાણસી, બીજી બુલેટ ટ્રેનને મળી મંજૂરી, જાણો સમય અને રૂટDelhi Varanasi Bullet Train: માત્ર 3 કલાકમાં દિલ્હીથી પહોંચાશે વારાણસી, બીજી બુલેટ ટ્રેનને મળી મંજૂરી, જાણો સમય અને રૂટ

Delhi Varanasi Bullet Train

Delhi Varanasi Bullet Train: ભારતમાં બુલેટ ટ્રેન નેટવર્કના વિસ્તરણની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. દેશના બીજા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી મળી હોવાની માહિતી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ગુવાહાટી સુધીના નોર્થ બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી આપી છે. આ હાઈસ્પીડ ટ્રેન દિલ્હીથી શરૂ થઈ આગ્રા, કાનપુર, લખનઉ, વારાણસી અને પટના થઈને ગુવાહાટી સુધી પહોંચશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ઉત્તર ભારત અને દેશના પૂર્વોત્તર વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. વેપારીઓ, નાના ઉદ્યોગકારો અને સામાન્ય મુસાફરોને ઝડપી મુસાફરીનો લાભ મળશે. ખાસ કરીને દિલ્હીથી ઉત્તર પ્રદેશ, બિહાર અને આસામ વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.

દિલ્હીથી વારાણસી માત્ર 3 કલાક 33 મિનિટમાં

પ્રસ્તાવિત બુલેટ ટ્રેન કોરિડોર શરૂ થયા બાદ વિવિધ શહેરો વચ્ચે મુસાફરીનો સમય આ પ્રમાણે રહેવાની સંભાવના છે.

દિલ્હીથી આગ્રા: 59 મિનિટ

દિલ્હીથી કાનપુર: 1 કલાક 45 મિનિટ

દિલ્હીથી લખનઉ: 2 કલાક 12 મિનિટ

દિલ્હીથી વારાણસી: 3 કલાક 33 મિનિટ

દિલ્હીથી પટના: 4 કલાક 33 મિનિટ

કેટલું રહેશે ભાડુ?

રેલવે મંત્રીના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનનું ભાડું પણ સામાન્ય મુસાફરોને પોસાય તેવું રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. ફ્લાઈટની સરખામણીએ ઓછા ભાડામાં ઝડપી મુસાફરીની સુવિધા આપવાનો સરકારનો ઉદ્દેશ છે. કેન્દ્રીય બજેટ 2026-27માં દિલ્હી-વારાણસી, મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નાઈ, ચેન્નાઈ-બેંગલુરુ અને વારાણસી-સિલિગુડી સહિત સાત હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.

હાલમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ ઓગસ્ટ 2027 સુધી શરૂ કરવાનું આયોજન છે. પરંતુ દિલ્હીથી ગુવાહાટી સુધીના નવા કોરિડોરની કામગીરી શરૂ થવાની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. મંજૂરી બાદ રૂટ મેપિંગ અને સ્થળોની પસંદગી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: IAF Air Chief Marshal: એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનાના 29મા પ્રમુખ, સામે છે અનેક મોટા પડકારો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.