NSE IPO News: શેરબજારમાં આવી શકે છે ઐતિહાસિક IPO! ₹30,000 કરોડના ઈશ્યૂથી બનશે દેશનો સૌથી મોટો IPO?



NSE IPO News
NSE IPO News: શેરબજારમાં આવી શકે છે ઐતિહાસિક IPO! ₹30,000 કરોડના ઈશ્યૂથી બનશે દેશનો સૌથી મોટો IPO?



NSE IPO News
NSE IPO News: નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEના IPOને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ NSEનો IPO આશરે ₹30,000 કરોડનો હોઈ શકે છે. જો ઈશ્યૂનું કદ આટલું જ રહે છે, તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. સંભવિત સમયપત્રક મુજબ IPO 18 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલવાની અને 25 સપ્ટેમ્બરે લિસ્ટિંગ થવાની શક્યતા છે. જોકે, આ તારીખો અંગે હજુ NSE તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
₹30,000 કરોડનો IPO, તૂટશે મોટો રેકોર્ડ?
NSEનો IPO આશરે ₹30,000 કરોડનો રહે તો તે 2024માં આવેલા Hyundai Motor Indiaના ₹27,870 કરોડના IPOને પાછળ છોડી દેશે. આ સાથે NSE IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. મોટા ઈશ્યૂ સાઈઝને કારણે દેશ-વિદેશના રોકાણકારોની નજર પણ આ IPO પર રહેવાની શક્યતા છે.
NSEને નહીં મળે IPOનો સીધો પૈસો
આ IPO ખાસ છે કારણ કે તે Offer for Sale (OFS)ના સ્વરૂપમાં આવવાની અપેક્ષા છે. એટલે NSE નવા શેર ઈશ્યૂ નહીં કરે, પરંતુ હાલના શેરધારકો પોતાની હિસ્સેદારીના કેટલાક શેર વેચશે. આશરે ₹1 ફેસ વેલ્યુના 14.89 કરોડ ઇક્વિટી શેર વેચાણ માટે આવી શકે છે, જે NSEની પેઇડ-અપ ઇક્વિટી કેપિટલના લગભગ 6 ટકા જેટલા છે.
OFS હોવાથી IPOમાંથી મળનારી રકમ સીધી NSEના ખાતામાં નહીં જાય, પરંતુ જે વર્તમાન શેરધારકો પોતાના શેર વેચશે તેમને મળશે. રિપોર્ટ મુજબ Bank of Baroda પણ NSEમાં પોતાની હિસ્સેદારીનો એક ભાગ વેચી શકે છે. બેંક પાસે રહેલા આશરે 76.90 લાખ NSE શેર OFS હેઠળ વેચાવાની શક્યતા છે. જોકે અંતિમ શેર સંખ્યા અને હિસ્સેદારી સત્તાવાર દસ્તાવેજો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
રોકાણકારો માટે કઈ તારીખો મહત્વની?
સૂત્રોના જણાવ્યા મુજબ NSE IPOનું સંભવિત ટાઈમલાઇન આ પ્રમાણે હોઈ શકે છે:
15 સપ્ટેમ્બર: સંભવિત પ્રાઇસ બેન્ડની જાહેરાત
17 સપ્ટેમ્બર: એન્કર રોકાણકારો માટે બુક ખુલવાની શક્યતા
18 સપ્ટેમ્બર: IPO ખુલવાની શક્યતા
18, 21 અને 22 સપ્ટેમ્બર: સંભવિત બિડિંગ/સબ્સ્ક્રિપ્શન તારીખો
25 સપ્ટેમ્બર: સંભવિત શેર લિસ્ટિંગ
આ તમામ તારીખો હાલ સંભવિત છે. NSE દ્વારા સત્તાવાર શેડ્યૂલ જાહેર થયા બાદ જ અંતિમ તારીખો નક્કી થશે.
પ્રાઇસ બેન્ડ બાદ ચિત્ર થશે સ્પષ્ટ
હાલ NSE IPOનો પ્રાઇસ બેન્ડ જાહેર થયો નથી. પ્રાઇસ બેન્ડ, IPOના સત્તાવાર દસ્તાવેજો અને શેર ઓફર સંબંધિત વિગતો સામે આવ્યા બાદ જ IPOનું વેલ્યુએશન અને રોકાણકારો માટેની વાસ્તવિક તસવીર વધુ સ્પષ્ટ થશે. તેથી હાલની તારીખો અને ₹30,000 કરોડનું ઈશ્યૂ સાઈઝ સૂત્રો આધારિત સંભવિત માહિતી તરીકે જોવું જરૂરી છે.




