
Air Fare Hike : IndiGo દ્વારા હવાઈ મુસાફરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. ATFની વધતી કિંમતોને કારણે એરલાઈને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર ફ્યુઅલ ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે.

ઉત્તર પ્રદેશના જેવર ખાતે આવેલા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશનનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. એરપોર્ટના પ્રથમ દિવસે ઇન્ડિગો એરલાઇને લખનૌ માટે પોતાની પ્રથમ વ્યાવસાયિક ફ્લાઇટ શરૂ કરી હતી. આ વિશેષ ઉડાનમાં 172 ખેડૂતો, જેમાં 20 મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે, મુસાફરી કરી હતી. આ ખેડૂતોની જમીન એરપોર્ટ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી.