Get News Alerts

Never miss breaking news updates.

Ayushman Bharat : આયુષ્માન ભારત યોજનાને 8 વર્ષ પૂર્ણ, 60 કરોડથી વધુ લોકોને ₹5 લાખનું હેલ્થ કવર

Ayushman Bharat : કેન્દ્ર સરકારની મુખ્ય આરોગ્ય યોજના આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY)ને 23 સપ્ટેમ્બર, 2026ના રોજ 8 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે PMએ લાભાર્થીઓને શુભેચ્છા આપી.
Kunjan ShuklaUpdated on: 23 Sep 2026 04:15 PM IST
Ayushman Bharat : આયુષ્માન ભારત યોજનાને 8 વર્ષ પૂર્ણ, 60 કરોડથી વધુ લોકોને ₹5 લાખનું હેલ્થ કવરAyushman Bharat : આયુષ્માન ભારત યોજનાને 8 વર્ષ પૂર્ણ, 60 કરોડથી વધુ લોકોને ₹5 લાખનું હેલ્થ કવર

Ayushman Bharat

Ayushman Bharat : કેન્દ્ર સરકારની મુખ્ય આરોગ્ય યોજના આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY)ને 23 સપ્ટેમ્બર, 2026ના રોજ 8 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતાં લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાનના જણાવ્યા મુજબ, 60 કરોડથી વધુ લાભાર્થીઓને દર વર્ષે પરિવાર દીઠ ₹5 લાખ સુધીનું આરોગ્ય કવર ઉપલબ્ધ છે.

48.51 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા

23 સપ્ટેમ્બર, 2018ના રોજ શરૂ થયેલી આ યોજના આર્થિક રીતે નબળા પરિવારોને સેકન્ડરી અને ટર્શિયરી હેલ્થકેર માટે કેશલેસ હોસ્પિટલ સારવારની સુવિધા આપે છે. સરકારના જણાવ્યા અનુસાર, યોજનામાં 27 મેડિકલ સ્પેશિયાલિટીની 1,961 પ્રક્રિયાઓ આવરી લેવામાં આવે છે. સરકારી આંકડા મુજબ, 21 સપ્ટેમ્બર 2026 સુધીમાં 48.51 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે. 31 ઓગસ્ટ 2026 સુધીમાં 38,000થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોના નેટવર્ક મારફતે આશરે 13.25 કરોડ હોસ્પિટલ એડમિશનને મંજૂરી આપવામાં આવી છે, જેનું કુલ મૂલ્ય ₹2.03 લાખ કરોડથી વધુ છે. વડાપ્રધાન મોદીએ એ પણ જણાવ્યું કે આયુષ્માન આરોગ્ય મંદિરોમાં અત્યાર સુધીમાં 500 કરોડથી વધુ મુલાકાતો નોંધાઈ છે. સરકારના જણાવ્યા મુજબ, આ કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય સેવાઓને લોકોની નજીક પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

1.36 કરોડથી વધુ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવાયા

યોજનાનો વ્યાપ સમય સાથે વધારવામાં આવ્યો છે. આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પણ યોજના વિસ્તૃત કરવામાં આવી છે. 21 સપ્ટેમ્બર સુધીમાં આ વર્ગ માટે 1.36 કરોડથી વધુ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવાયા હતા. સરકારનું કહેવું છે કે AB PM-JAYનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર બીમારી અને મોંઘી સારવારના કારણે પરિવારો પર પડતા આર્થિક બોજને ઘટાડવા સાથે આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને કિફાયતી બનાવવાનો છે.

આ પણ વાંચો : Indian Navy : ભારતમાં સ્વદેશી રીતે નિર્મિત ACV H-562 તટરક્ષક દળમાં થયું સામેલ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.