Assam Train Accident: ગુવાહાટી નજીક કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા


Kolkata Sairang Express derailed near Guwahati Assam આસામ ટ્રેન અકસ્માત
Assam Train Accident: ગુવાહાટી નજીક કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા


Kolkata Sairang Express derailed near Guwahati Assam આસામ ટ્રેન અકસ્માત
Assam Train Accident: આસામના ગુવાહાટી નજીક બુધવારે સવારે ભયાનક રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ડિગારુ વિસ્તારમાં કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન સહિત સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે, ઘાયલોની ચોક્કસ સંખ્યા અને તેમની સ્થિતિ અંગે હજુ સુધી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
સવારે 6:54 વાગ્યે સર્જાયો અકસ્માત
નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના CPRO કપિંજલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે અકસ્માત સવારે 6:54 વાગ્યે થયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસન અને બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. રાહત કામગીરી ઝડપી બનાવવા માટે ઘટનાસ્થળે રિલીફ ટ્રેન પણ મોકલવામાં આવી રહી છે. નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ડબ્બામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી
અકસ્માત બાદ કેટલાક મુસાફરો ડબ્બામાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. બચાવ ટીમોએ અસરગ્રસ્ત ડબ્બાઓમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. ઘાયલોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકો ડબ્બામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી
કોલકાતા અને સૈરાંગ વચ્ચે દોડતી આ એક્સપ્રેસ ટ્રેન ગુવાહાટીના ડિગારુ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ એન્જિન સહિત સાત ડબ્બા પાટા પરથી ઉતર્યા છે. જોકે, ટ્રેન કયા કારણોસર પાટા પરથી ઉતરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રેલવે પ્રશાસન દ્વારા અકસ્માતની પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. ઘાયલોની ચોક્કસ સંખ્યા, અકસ્માતમાં થયેલા નુકસાન અને દુર્ઘટનાના કારણો અંગેની વધુ વિગતો કામગીરી પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે.
આ પણ વાંચો : Pravasi Bharatiya Divas: 19મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની વેબસાઇટ લોન્ચ




