IAF Air Chief Marshal: એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનાના 29મા પ્રમુખ, સામે છે અનેક મોટા પડકારો

IAF Air Chief Marshal: એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના પ્રમુખ બન્યા. આ પહેલાં આશુતોષ દીક્ષિત વાઈસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા.
Nancy ShuklaUpdated on: 31 Oct 2026 07:24 PM IST
IAF Air Chief Marshal: એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનાના 29મા પ્રમુખ, સામે છે અનેક મોટા પડકારોIAF Air Chief Marshal: એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનાના 29મા પ્રમુખ, સામે છે અનેક મોટા પડકારો

IAF Air Chief Marshal

IAF Air Chief Marshal: ભારતીય વાયુસેનાને 31 ઓક્ટોબર, 2026ના રોજ નવા વડા મળ્યા છે. એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે ભારતીય વાયુસેનાના 29મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહનું સ્થાન લીધું છે.

43 વર્ષની લાંબી સેવા બાદ અમર પ્રીત સિંહ નિવૃત્ત થયા છે. કાર્યભાર સંભાળતા પહેલાં આશુતોષ દીક્ષિત વાઈસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. આ પ્રસંગે તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

હાલમાં આશરે 29 ફાઈટર સ્ક્વોડ્રન કાર્યરત

નવા વાયુસેના પ્રમુખ સામે સૌથી મોટો પડકાર લડાકુ વિમાનોની ઘટતી સંખ્યા વધારવાનો રહેશે. ભારતીય વાયુસેનામાં અધિકૃત 42.5 સ્ક્વોડ્રનની સરખામણીએ હાલમાં આશરે 29 ફાઈટર સ્ક્વોડ્રન કાર્યરત છે. જૂના મિગ-21 વિમાનો નિવૃત્ત થવા અને નવા વિમાનોની ડિલિવરીમાં વિલંબને કારણે આ ખાધ વધી રહી છે. વાયુસેનાની ક્ષમતા જાળવી રાખવા દર વર્ષે 36થી 40 નવા લડાકુ વિમાનો સામેલ કરવાની જરૂરિયાત અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી.

તેજસ અને રાફેલની ખરીદી મહત્વપૂર્ણ

સ્વદેશી તેજસ MK-1A લડાકુ વિમાનોની ડિલિવરીમાં ઝડપ લાવવી પણ દીક્ષિતની પ્રાથમિકતા રહેશે. ફેબ્રુઆરી 2021માં રૂપિયા 48,000 કરોડના કરાર હેઠળ 83 વિમાનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ GE F404 એન્જિન અને અન્ય ટેકનિકલ સમસ્યાઓને કારણે ડિલિવરીમાં વિલંબ થયો છે. આ સિવાય 97 વધુ વિમાનોનો ઓર્ડર આપવાની પણ યોજના છે. બીજી તરફ, 114 મલ્ટીરોલ રાફેલ લડાકુ વિમાનોની ખરીદી પણ મહત્વપૂર્ણ છે. ફેબ્રુઆરી 2026માં આ પ્રસ્તાવને મંજૂરી મળી હતી, પરંતુ હજુ અંતિમ કરાર બાકી છે.

અનુભવી ફાઈટર પાયલટ છે દીક્ષિત

આશુતોષ દીક્ષિતને 6 ડિસેમ્બર, 1986ના રોજ વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમિશન મળ્યું હતું. તેઓ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાયલટ અને ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર છે. મિરાજ-2000, મિગ, જગુઆર, હોક અને તેજસ સહિતના વિમાનોમાં તેઓ 3,500 કલાકથી વધુ ઉડાનનો અનુભવ ધરાવે છે. હવે તેમની સામે વાયુસેનાનું આધુનિકીકરણ, સ્વદેશી વિમાનોનું ઉત્પાદન વધારવું અને બે મોરચે સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ઓપરેશનલ ક્ષમતા મજબૂત કરવાની મોટી જવાબદારી રહેશે.

આ પણ વાંચો: Indian Air Force: એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાની ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ તરીકે નિમણૂક

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.