Indian Air Force: એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાની ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ તરીકે નિમણૂક


Indian Air Force
Indian Air Force: એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાની ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ તરીકે નિમણૂક


Indian Air Force
Indian Air Force: ભારતીય વાયુસેનામાં મહત્ત્વનો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાને ભારતીય વાયુસેના (IAF)ના નવા વાઈસ ચીફ એટલે કે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રવિવારથી પોતાનો નવો કાર્યભાર સંભાળશે. હાલમાં તેઓ ઈસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયા એર માર્શલ આશુતોષ દીક્ષિતનું સ્થાન લેશે. આશુતોષ દીક્ષિત શનિવારે ભારતીય વાયુસેનાના 29મા વડા તરીકે કાર્યભાર સંભાળશે.
લગભગ ચાર દાયકાનો શાનદાર અનુભવ
એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાને ભારતીય વાયુસેનામાં લગભગ 40 વર્ષનો અનુભવ છે. આ દરમિયાન તેમને અનેક મહત્ત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ પર જવાબદારી નિભાવી છે.
તેમને ફ્રન્ટલાઈન ફાઈટર સ્ક્વોડ્રન અને 'ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ' (TACDE)ની કમાન સંભાળી છે. આ સિવાય તેઓ બરેલી સ્થિત એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
તેમને ભારતીય વાયુસેનાનાં અનેક અદ્યતન લડાકુ વિમાનો ઉડાવ્યાં છે. જેમાં મિગ-21, મિગ-23, મિગ-27, જગુઆર અને સુખોઈ-30 MKIનાં વિવિધ વર્ઝનનો સમાવેશ થાય છે.
કોણ છે એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયા?
એર માર્શલ વાલિયા નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 11 જૂન 1988ના રોજ તેમને ભારતીય વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમિશન મળ્યું હતું. તેમને બ્રિટનમાં એડવાન્સ્ડ કમાન્ડ એન્ડ સ્ટાફ કોર્સ અને બાંગ્લાદેશમાં નેશનલ ડિફેન્સ કોર્સ (NDC) પૂર્ણ કર્યો છે.
તેમને ભારતીય વાયુસેનાના ડિરેક્ટોરેટ ઓફ એર સ્ટાફ ઈન્સ્પેક્શન (DASI)નું નેતૃત્વ પણ કર્યું છે. આ સિવાય જાપાન અને સાઉથ કોરિયામાં ભારતીય દૂતાવાસોમાં ડિફેન્સ એટેચે તરીકે સેવા આપી છે. તેઓ ઈસ્ટર્ન એર કમાન્ડમાં સિનિયર એર સ્ટાફ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે
એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાને વાંચનનો વિશેષ શોખ છે. તેમની પાસે ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ વિષયમાં 3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે. ભારતીય વાયુસેનામાં તેમની વિશિષ્ટ સેવાઓ બદલ તેમને વર્ષ 2008માં 'વાયુ સેના મેડલ' (VM) અને વર્ષ 2018માં 'અતિ વિશિષ્ટ સેવા મેડલ' (AVSM)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હવે ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ તરીકે તેમની નવી જવાબદારી પર સૌની નજર રહેશે. તેમનો લાંબો અનુભવ અને લડાકુ વિમાનોના સંચાલનનું જ્ઞાન વાયુસેનાની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





