Get News Alerts

Never miss breaking news updates.

Amit Shahનું પંજાબમાં મોટું નિવેદન, કહ્યું 'જે નશામાં ડૂબીને ગુરુઓનું અપમાન કરે, તે પંજાબને નશામુક્ત ના કરી શકે'

Amit Shah: જલંધરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન આપ્યું છે, અને AAP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પંજાબને નશામુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Nancy ShuklaUpdated on: 30 Sep 2026 06:19 PM IST
Amit Shahનું પંજાબમાં મોટું નિવેદન, કહ્યું 'જે નશામાં ડૂબીને ગુરુઓનું અપમાન કરે, તે પંજાબને નશામુક્ત ના કરી શકે'Amit Shahનું પંજાબમાં મોટું નિવેદન, કહ્યું 'જે નશામાં ડૂબીને ગુરુઓનું અપમાન કરે, તે પંજાબને નશામુક્ત ના કરી શકે'

Amit Shah

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પંજાબના જલંધરમાં 'નશામુક્ત પંજાબ યાત્રા'ને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું અને પંજાબને નશામુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

જલંધરમાં જનસભાને સંબોધતા અમિત શાહે પંજાબના દેશ માટેના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશની ખાદ્ય સુરક્ષામાં પંજાબના ખેડૂતોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સાથે જ દેશની સુરક્ષા માટે પણ પંજાબના લોકોએ બલિદાન આપ્યું છે.

પંજાબમાં ડ્રગ્સના વેપારને લઈને રાજ્ય સરકારની કામગીરી સામે ગંભીર સવાલો કર્યા

અમિત શાહે જણાવ્યું કે નશામુક્ત પંજાબ યાત્રા 13 દિવસમાં લગભગ 4,000 કિલોમીટરનું અંતર કાપીને 117 વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થઈ અને જલંધરમાં પૂર્ણ થઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબમાં ડ્રગ્સના વેપારને લઈને રાજ્ય સરકારની કામગીરી સામે ગંભીર સવાલો છે.

આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી અંગે અમિત શાહે કહ્યું કે ભાજપ નશામુક્ત પંજાબના મુદ્દાને મહત્વ આપશે. તેમણે પંજાબની માતાઓ અને યુવાનોને સંબોધતા દાવો કર્યો કે ભાજપને સમર્થન મળ્યા બાદ 31 ડિસેમ્બર 2029 પહેલાં પંજાબને 'ચિટ્ટા'ના ગેરકાયદેસર વેપારથી મુક્ત કરવાનું લક્ષ્ય છે.

અનેક પરિવારોએ નશાના કારણે પોતાના સંતાનો ગુમાવ્યા

અમિત શાહે નશાની લતના કારણે જીવ ગુમાવનારાઓના પરિવારો સાથે મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અનેક પરિવારો નશાના કારણે પોતાના સંતાનો ગુમાવી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલું નિવેદન આપતાં કહ્યું કે નશામાં ડૂબીને ગુરુઓનું અપમાન કરનાર પંજાબને ચિટ્ટાથી મુક્ત કરી શકે નહીં.

અમિત શાહે વધુમાં કહ્યું કે નશા સામેની લડાઈ માત્ર રાજકીય એજન્ડા નથી, પરંતુ પંજાબને બચાવવાનું અભિયાન છે. કેન્દ્ર સરકારની 'નશામુક્ત ભારત 2029' યોજના હેઠળ ડ્રગ્સ સામે કાર્યવાહી, સારવાર, પુનર્વસન અને જાગૃતિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.