Chamoli Helicopter Crash: ઓરેન્જ એલર્ટ છતાં બદ્રીનાથથી હેલિકોપ્ટરે કેમ ભરી ઉડાન? ચમોલી દુર્ઘટનાએ ઊભા કર્યા અનેક સવાલ!

Chamoli Helicopter Crash: ચમોલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ હવામાનનો છે. જ્યારે પહેલાથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, તો હેલિકોપ્ટર કેમ ઉડ્યું?
Nancy ShuklaUpdated on: 30 Oct 2026 06:26 PM IST
Chamoli Helicopter Crash: ઓરેન્જ એલર્ટ છતાં બદ્રીનાથથી હેલિકોપ્ટરે કેમ ભરી ઉડાન? ચમોલી દુર્ઘટનાએ ઊભા કર્યા અનેક સવાલ!Chamoli Helicopter Crash: ઓરેન્જ એલર્ટ છતાં બદ્રીનાથથી હેલિકોપ્ટરે કેમ ભરી ઉડાન? ચમોલી દુર્ઘટનાએ ઊભા કર્યા અનેક સવાલ!

Chamoli Helicopter Crash

Chamoli Helicopter Crash: ઉત્તરાખંડના ચમોલીમાં શુક્રવારે એક ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી. બદ્રીનાથ ધામથી પરત ફરી રહેલું 'ટ્રાન્સ ભારત એવિએશન'નું હેલિકોપ્ટર જોશીમઠના ચાઈ ગામ નજીક ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ 6 લોકો સવાર હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ ભારતીય સેના, જિલ્લા વહીવટીતંત્ર, NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ બચાવ કામગીરી દરમિયાન તમામ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા.

પરંતુ આ દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ હવામાનને લઈને ઊભો થયો છે. હવામાન વિભાગે અગાઉથી જ આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. તેમ છતાં ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું ઉડાન પહેલાં હવામાનની સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું? હાલ આ સવાલોના જવાબ સામે આવ્યા નથી.

બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહ્યું હતું હેલિકોપ્ટર

મળતી માહિતી અનુસાર, ટ્રાન્સ ભારત એવિએશનનું હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી મુસાફરોને લઈને દેહરાદૂનના સહસ્ત્રધારા માટે રવાના થયું હતું. પરંતુ જોશીમઠ ઘાટીના ચાઈ ગામ નજીક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

હેલિકોપ્ટરમાં પાયલટ કેપ્ટન હિમાંશુ (48) સહિત 5 મુસાફરો સવાર હતા. મુસાફરોમાં પ્રતાપ (41), અરુણ (44), શંકર ગૌડા (39), સુધીર કે. (50) અને એચ.એસ. નટરાજ (51)નો સમાવેશ થાય છે.

ઘટનાસ્થળે કાળા વાદળો અને હળવી હિમવર્ષા

દુર્ઘટના સ્થળની આસપાસ હવામાન અત્યંત ખરાબ હોવાનું જાણવા મળ્યું છે. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને આસપાસના વિસ્તારમાં હળવી હિમવર્ષા પણ થઈ રહી હતી. પહાડી વિસ્તારમાં પ્રતિકૂળ હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બચાવ ટીમોએ ભારે જહેમત બાદ તમામ 6 લોકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા.

ઓરેન્જ એલર્ટ છતાં ઉડાન કેવી રીતે ભરાઈ?

આ દુર્ઘટના બાદ સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે જ્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, ત્યારે હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી કયા આધારે આપવામાં આવી હતી? શું ઉડાન પહેલાં હવામાનની સ્થિતિ અને સુરક્ષાના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું? આ સમગ્ર મામલો હવે તપાસનો વિષય બન્યો છે. પરંતુ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

CM ધામીએ અધિકારીઓને આપ્યા સૂચનો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે તેઓ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે. આ સાથે જ સંબંધિત અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી. આ દુર્ઘટનાએ ફરી એકવાર પહાડી વિસ્તારોમાં ખરાબ હવામાન દરમિયાન હેલિકોપ્ટર સેવાઓના સંચાલન અને મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: Gujarat: ગુજરાતને મળશે બે નવી ટ્રેનની ભેટ, PM મોદી સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી મેમુને આપશે લીલી ઝંડી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.