Get News Alerts

Never miss breaking news updates.

Vadodara Navratri માટે નવલખી મેદાનમાં ભૂમિપૂજન! CREDAI VNFના ભવ્ય ગરબાની તૈયારીઓનો થયો શુભારંભ

Vadodara Navratri: વડોદરા શહેરમાં આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. વડોદરાની ગરબા પરંપરાએ ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 15 Sep 2026 02:22 PM IST
Vadodara Navratri માટે નવલખી મેદાનમાં ભૂમિપૂજન! CREDAI VNFના ભવ્ય ગરબાની તૈયારીઓનો થયો શુભારંભVadodara Navratri માટે નવલખી મેદાનમાં ભૂમિપૂજન! CREDAI VNFના ભવ્ય ગરબાની તૈયારીઓનો થયો શુભારંભ

Vadodara Navratri

Vadodara Navratri: વડોદરા શહેરમાં આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. વડોદરાની ગરબા પરંપરાએ ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે આ વર્ષે પણ નવલખી મેદાન ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શહેરના જાણીતા નવલખી ગરબા મેદાન ખાતે શુભ મુહૂર્તમાં ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.

ભૂમિપૂજન સાથે નવરાત્રિની તૈયારીઓનો પ્રારંભ

દર વર્ષની જેમ આ વર્ષે પણ CREDAI VNF દ્વારા નવલખી મેદાન ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવનાર છે. આ આયોજનની શરૂઆત શુભ મુહૂર્તમાં ભૂમિપૂજન સાથે કરવામાં આવી હતી. ભૂમિપૂજન બાદ મેદાનમાં ગરબાના ભવ્ય આયોજનને લઈને વિવિધ તૈયારીઓનો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે.

નવલખી મેદાનમાં હજારો ખેલૈયાઓ રમશે ગરબા

નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળશે. ભક્તિ, સંગીત અને પરંપરાગત ગરબાના તાલ સાથે સમગ્ર વાતાવરણ નવરાત્રિના રંગે રંગાઈ જશે. વડોદરાની આગવી ગરબા પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ યાદગાર નવરાત્રિ મહોત્સવ યોજાય તે દિશામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વિશ્વફલક પર આગવી ઓળખ ધરાવે છે વડોદરાની નવરાત્રિ

વડોદરાની નવરાત્રિ માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખનું પ્રતિબિંબ બની છે. નવલખી ગ્રાઉન્ડ પણ વડોદરાના જાણીતા ગરબા સ્થળોમાંનું એક છે અને 2026 માટે અહીં નવરાત્રિ મહોત્સવનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે.

‘નો તિલક, નો એન્ટ્રી’ની પરંપરા યથાવત

આ વર્ષે પણ દર વર્ષની જેમ ‘નો તિલક, નો એન્ટ્રી’ નિયમ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. એટલે ખેલૈયાઓ અને દર્શકો માટે નવરાત્રિના પરંપરાગત વાતાવરણની સાથે આયોજકો દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રવેશ નિયમોનું પાલન પણ જરૂરી રહેશે.

નવલખી મેદાનમાં ભૂમિપૂજન સાથે જ નવરાત્રિના ભવ્ય આયોજનનો માહોલ સર્જાયો છે. હવે આગામી દિવસોમાં મેદાનને ગરબા માટે તૈયાર કરવાની કામગીરી તેજ બનશે અને નવરાત્રિ દરમિયાન ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળશે.

આ પણ વાંચો : Rajkot Breaking: ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! જામનગરથી લઈને રિફાઇનરી-પોર્ટ સુધી હુમલાની ધમકી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.