Get News Alerts

Never miss breaking news updates.

Surat Breaking: પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે ABVP મેદાને! વિદ્યાર્થીઓ સાથે વિરોધ, મેસનું ટેન્ડર રદ કરવાની માગ

Surat Breaking: સુરતના પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગના મામલે હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મેદાનમાં ઉતરી છે. પી.પી. સવાણી હોસ્ટેલ ખાતે ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 15 Sep 2026 12:38 PM IST
Surat Breaking: પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે ABVP મેદાને! વિદ્યાર્થીઓ સાથે વિરોધ, મેસનું ટેન્ડર રદ કરવાની માગSurat Breaking: પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે ABVP મેદાને! વિદ્યાર્થીઓ સાથે વિરોધ, મેસનું ટેન્ડર રદ કરવાની માગ

Surat Breaking

Surat Breaking: સુરતના પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગના મામલે હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મેદાનમાં ઉતરી છે. પી.પી. સવાણી હોસ્ટેલ ખાતે ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સમગ્ર મામલે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને હોસ્ટેલમાં મળતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ફૂડ પોઈઝનિંગ મામલે ABVPનો વિરોધ

મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવ્યા બાદ ABVPના કાર્યકર્તાઓ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

સિક્યુરિટી સાથે ઘર્ષણની સ્થિતિ

ABVPના કાર્યકર્તાઓને હોસ્ટેલમાં પ્રવેશતા સિક્યુરિટી દ્વારા અટકાવવામાં આવતા ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. વિરોધ દરમિયાન મામલો ગરમાયો હતો અને હોસ્ટેલ બહાર વિરોધ કરવામાં આવ્યો હતો.

ABVPની ત્રણ મુખ્ય માગણીઓ

ફૂડ પોઈઝનિંગ મામલે ABVP દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ હાલની મેસનું ટેન્ડર રદ કરવામાં આવે તેવી માગ પણ ઉઠાવવામાં આવી છે.

ABVP દ્વારા મુખ્યત્વે ત્રણ માગણીઓ રજૂ કરવામાં આવી છે:

ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મેસનું ટેન્ડર રદ કરવામાં આવે.

વિદ્યાર્થી, વાલી અને જવાબદાર પ્રતિનિધિઓને સામેલ કરીને ફૂડ કમિટીની રચના કરવામાં આવે.

ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી આપવામાં આવે અને ભોજનની ગુણવત્તા અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ABVP દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો તેમની માગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે તંત્ર અને હોસ્ટેલ સંચાલન દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર છે.

આ પણ વાંચો : Surat Breaking: વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયું! શિવલિંગ સુધી ગંદુ પાણી પહોંચતા ભક્તોમાં આક્રોશ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.