Nepal Flood ની તબાહીમાં સુરતના એક જ પરિવારના 3 લોકો લાપતા, પરિવારે સરકાર પાસે મદદની કરી અપીલ



Nepal Flood
Nepal Flood ની તબાહીમાં સુરતના એક જ પરિવારના 3 લોકો લાપતા, પરિવારે સરકાર પાસે મદદની કરી અપીલ



Nepal Flood
Nepal Flood : સુરતના પટેલ પરિવારના ત્રણ સભ્યો નેપાળ ફરવા ગયા હતા, પરંતુ હવે તેમની સાથે સંપર્ક થઈ શકતો નથી. લાપતા લોકોમાં પરેશભાઈ પટેલ, તેમના દીકરા અને વહુ જ્યોતિબેન પટેલ તેમજ દીકરી મીનાક્ષીબેન રામાણીનો સમાવેશ થાય છે.
પરિવારના જણાવ્યા અનુસાર પરેશભાઈ પટેલના દીકરા અને વહુ અમેરિકાથી નેપાળ પહોંચ્યા હતા, જ્યારે તેમની દીકરી મીનાક્ષીબેન રામાણી મુંબઈથી નેપાળ પહોંચી હતી.
સુરતના ત્રણ લોકોની શોધખોળ શરૂ કરાઈ
મળતી માહિતી પ્રમાણે 20 તારીખે અમેરિકાથી આ દંપતી નેપાળ પહોંચ્યું હતું. ત્યારબાદ 22 તારીખે મુંબઈથી પરિવારની દીકરી પણ નેપાળ પહોંચી હતી. પરિવારના સભ્યો નેપાળમાં ફરવા સાથે માનસરોવર તરફ જવાના આયોજનમાં હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ 23 તારીખે માતા સાથે તેમની છેલ્લી વાતચીત થઈ હતી.
આ વાતચીત દરમિયાન ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ માનસરોવર જવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવાર સાથે તેમનો સંપર્ક થઈ શક્યો નથી. નેપાળમાં સર્જાયેલી કુદરતી આફત અને ભારે તારાજીના અહેવાલો વચ્ચે ત્રણેયનો સંપર્ક ન થતાં પરિવારની ચિંતા સતત વધી રહી છે. પરિવાર હવે પોતાના સ્વજનોની સલામતી અંગે માહિતી મેળવવા માટે તંત્ર અને સરકારનો સંપર્ક કરી રહ્યો છે.
નેપાળની આફત વચ્ચે સુરતના પટેલ પરિવારની ચિંતા વધી
લાપતા પરિવારના સભ્યોને વહેલી તકે શોધી કાઢવામાં આવે અને તેમની સલામત પરત લાવવામાં આવે તેવી પરિવારની માંગ છે. ખાસ કરીને પરિવારની માતા સરકાર પાસે ભાવુક અપીલ કરી રહી છે કે તેમના પરિવારના ત્રણેય સભ્યોની તાત્કાલિક શોધખોળ કરવામાં આવે અને તેઓ ક્યાં છે તેની માહિતી આપવામાં આવે.
નેપાળમાં કુદરતી આફત બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ હોવાના કારણે બચાવ અને શોધ કામગીરી મુશ્કેલ બની રહી છે. આવા સંજોગોમાં પરિવારજનો માટે પોતાના સ્વજનો અંગેની માહિતી મેળવવી પણ પડકારરૂપ બની છે.
હવે પરિવારને પોતાના સ્વજનોની રાહ
સુરતના પટેલ પરિવાર માટે હાલમાં દરેક ક્ષણ ચિંતાભરી બની છે. પરિવારને આશા છે કે સરકાર અને સંબંધિત તંત્રની મદદથી તેમના સ્વજનોનો પત્તો જલદી મળી જશે અને તેઓ સુરક્ષિત રીતે પરત ફરશે. હાલ સમગ્ર પરિવાર સરકાર અને બચાવ તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે. ત્રણેય લાપતા સભ્યો અંગે વહેલી તકે સત્તાવાર માહિતી મળે અને તેઓ સુરક્ષિત હોવાના સમાચાર પરિવાર સુધી પહોંચે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રક્ષાબંધન પર્વ નિમિત્તે SOS સંસ્થાની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રાખડી બાંધી

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



