Get News Alerts

Never miss breaking news updates.

Surat News: અડાજણમાં વેપારી પાસેથી રૂપિયા 3.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયા

Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે વેપારી સાથે ઝપાઝપી કરી રૂપિયા 3.75 લાખની લૂંટ ચલાવવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
Kunjan ShuklaUpdated on: 21 Oct 2026 03:33 PM IST
Surat News: અડાજણમાં વેપારી પાસેથી રૂપિયા 3.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયાSurat News: અડાજણમાં વેપારી પાસેથી રૂપિયા 3.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓ ઝડપાયા

Surat

Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે વેપારી સાથે ઝપાઝપી કરી રૂપિયા 3.75 લાખની લૂંટ ચલાવવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અડાજણ પોલીસની ટીમે 300થી વધુ CCTV કેમેરાનાં ફૂટેજ તપાસીને આરોપીઓની ઓળખ કરી હતી. ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરીને તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

300થી વધુ CCTV કેમેરાની તપાસથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

મળતી માહિતી મુજબ, અડાજણના પાલનપુર જકાતનાકા પાસે વેપારી સાથે ઝપાઝપી કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારોમાં લાગેલા 300થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ અંગે મહત્વની કડીઓ મળતાં પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસે એક આરોપીને ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા હતા.

ચાર આરોપીઓની ધરપકડ, રૂપિયા 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત

આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં કરણ ઉર્ફે કાળિયો, પન્નેલાલ, રોહિત અને સોનુ નિષાદનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી કરણ ઉર્ફે કાળિયા સામે અગાઉ પણ કતારગામ, અમરોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 3,20,000 રોકડા, એક બાઈક અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,67,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એન. એ. ચાવડા અને તેમની સર્વેલન્સ ટીમે આ સમગ્ર કામગીરી હાથ ધરી હતી. 300થી વધુ CCTV કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. આ કાર્યવાહીથી વેપારી સાથે થયેલી લૂંટના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. હાલ પોલીસ દ્વારા આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: PM Modi Visit Gujarat: વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, 30-31 ઑક્ટોબરે એકતાનગર સહિત વિવિધ સ્થળોએ વિકાસલક્ષી કાર્યક્રમોમાં આપશે હાજરી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.