Get News Alerts

Never miss breaking news updates.

PM Modi Visit Gujarat: વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, 30-31 ઑક્ટોબરે એકતાનગર સહિત વિવિધ સ્થળોએ વિકાસલક્ષી કાર્યક્રમોમાં આપશે હાજરી

PM Modi Visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 30 અને 31 ઑક્ટોબરના રોજ તેઓ ગુજરાતની મુલાકાત લેશે.
Kunjan ShuklaUpdated on: 21 Oct 2026 02:50 PM IST
PM Modi Visit Gujarat: વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, 30-31 ઑક્ટોબરે એકતાનગર સહિત વિવિધ સ્થળોએ વિકાસલક્ષી કાર્યક્રમોમાં આપશે હાજરીPM Modi Visit Gujarat: વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, 30-31 ઑક્ટોબરે એકતાનગર સહિત વિવિધ સ્થળોએ વિકાસલક્ષી કાર્યક્રમોમાં આપશે હાજરી

pm modi visit gujarat

PM Modi Visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 30 અને 31 ઑક્ટોબરના રોજ તેઓ ગુજરાતની મુલાકાત લેશે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનના પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો યોજાશે.

30 ઑક્ટોબરે બનાસ ડેરીના પ્રોજેક્ટનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે બનાસ ડેરીના બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ પશુપાલન ક્ષેત્રે સંશોધન અને પશુઓની ઓલાદ સુધારણાને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત, 30 ઑક્ટોબરના રોજ વડાપ્રધાન પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. આ કાર્યક્રમથી દેશના ખેડૂતોને આર્થિક સહાય મળશે.

31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

31 ઑક્ટોબરના રોજ વડાપ્રધાન એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. સરદાર પટેલની 150મી જન્મજયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે એકતા પરેડનું આયોજન પણ થશે, જેમાં વિવિધ સુરક્ષા દળો, રાજ્ય પોલીસની ટુકડીઓ, ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

વિકાસના અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન એકતાનગરમાં પ્રવાસન સુવિધાઓના વિકાસ, ઈલેક્ટ્રિક બસો, સ્માર્ટ બસ સ્ટોપ, નર્મદા ઘાટના વિસ્તરણ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન સંબંધિત પ્રોજેક્ટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત, ભારતીય રજવાડાના ઈતિહાસને સમર્પિત મ્યુઝિયમ સહિત અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ નિર્ધારિત કાર્યક્રમમાં સામેલ છે. વડાપ્રધાનનો આ બે દિવસીય ગુજરાત પ્રવાસ રાજ્યમાં વિકાસ, પ્રવાસન, પશુપાલન અને રાષ્ટ્રીય એકતાને લગતી વિવિધ પહેલોને વેગ આપવાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચો: Surat Fire News : સુરતના મોટા વરાછામાં ઇલેક્ટ્રિક વાહનમાં બ્લાસ્ટ બાદ આગ, 3 કાર અને 3 બાઇક બળીને ખાક

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.