Get News Alerts

Never miss breaking news updates.

Sabarkantha News: તલોદ GIDCમાં ટાયર બનાવતી ખાનગી કંપનીમાં ભીષણ આગ, ત્રણ ફાયર વિભાગે હાથ ધરી કામગીરી

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 20 Oct 2026 05:41 PM IST
Sabarkantha News: તલોદ GIDCમાં ટાયર બનાવતી ખાનગી કંપનીમાં ભીષણ આગ, ત્રણ ફાયર વિભાગે હાથ ધરી કામગીરીSabarkantha News: તલોદ GIDCમાં ટાયર બનાવતી ખાનગી કંપનીમાં ભીષણ આગ, ત્રણ ફાયર વિભાગે હાથ ધરી કામગીરી

Sabarkantha

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે તલોદ, હિંમતનગર અને પ્રાંતિજ ફાયર વિભાગની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી.

ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

પ્રાપ્ત માહિતી અનુસાર, તલોદ GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં ટાયર બનાવવાનું કામ કરવામાં આવતું હતું. આ દરમિયાન કંપનીમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં તલોદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હિંમતનગર અને પ્રાંતિજ ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી હતી. ત્રણેય ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ વધુ ફેલાય નહીં અને આસપાસની મિલકતોને નુકસાન ન થાય તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી હતી.

કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હાલ અકબંધ

આ ઘટનામાં રાહતની બાબત એ રહી હતી કે રજાના કારણે કંપનીમાં કર્મચારીઓ હાજર નહોતા. પરિણામે મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જોકે, આગને કારણે કંપનીમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો હજી સામે આવી નથી. બીજી તરફ, કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હાલ અકબંધ છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલ ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ નુકસાનનો અંદાજ અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે. ઘટનાને પગલે તલોદ GIDC વિસ્તારમાં લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: Kutch News: પશ્ચિમ કચ્છ LCBની ત્રગડીમાં મોટી કાર્યવાહી, દારૂ અને ચોખા સહિત રૂપિયા 72.28 લાખનો મુદ્દામાલ જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.