Get News Alerts

Never miss breaking news updates.

Kutch News: પશ્ચિમ કચ્છ LCBની ત્રગડીમાં મોટી કાર્યવાહી, દારૂ અને ચોખા સહિત રૂપિયા 72.28 લાખનો મુદ્દામાલ જપ્ત

Kutch News: પોલીસ દ્વારા ઘાસના ગોડાઉનમાં ગુપ્ત રૂમ બનાવી છુપાવવામાં આવેલો વિદેશી દારૂ, બીયર અને શંકાસ્પદ ટ્રેલરમાંથી ચોખાની બોરીઓ સહિત કુલ રૂ. 72,28,190નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 20 Oct 2026 04:43 PM IST
Kutch News: પશ્ચિમ કચ્છ LCBની ત્રગડીમાં મોટી કાર્યવાહી, દારૂ અને ચોખા સહિત રૂપિયા 72.28 લાખનો મુદ્દામાલ જપ્તKutch News: પશ્ચિમ કચ્છ LCBની ત્રગડીમાં મોટી કાર્યવાહી, દારૂ અને ચોખા સહિત રૂપિયા 72.28 લાખનો મુદ્દામાલ જપ્ત

Kutch News

Kutch News: પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ત્રગડી વિસ્તારમાં ત્રણ અલગ-અલગ કાર્યવાહીમાં મોટી સફળતા મેળવવામાં આવી છે. પોલીસ દ્વારા ઘાસના ગોડાઉનમાં ગુપ્ત રૂમ બનાવી છુપાવવામાં આવેલો વિદેશી દારૂ, બીયર અને શંકાસ્પદ ટ્રેલરમાંથી ચોખાની બોરીઓ સહિત કુલ રૂ. 72,28,190નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

વિદેશી દારૂની 7,800 બોટલો કબજે કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ કચ્છ LCBએ પ્રથમ દરોડા દરમિયાન ઘાસના ગોડાઉનમાં બનાવવામાં આવેલા ગુપ્ત રૂમમાંથી વિદેશી દારૂની 7,800 બોટલો કબજે કરી હતી. દારૂને છુપાવવા માટે ગોડાઉનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, બીજા દરોડામાં વિદેશી દારૂની 396 બોટલો અને બીયરના 238 ટીન મળી આવતાં પોલીસે તેનો પણ કબજો લીધો હતો. દારૂના બંને કેસમાં કુલ રૂપિયા 30.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસોમાં યુવરાજસિંહ જાડેજા સહિતના આરોપીઓ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય આરોપી સામે અગાઉ પ્રોહિબિશન સંબંધિત 42થી વધુ ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા માટે તપાસ શરૂ

બીજી તરફ, પોલીસને એક શંકાસ્પદ ટ્રેલરમાંથી ચોખાની 835 બોરીઓ મળી આવી હતી. પોલીસે ચોખાની બોરીઓ ઉપરાંત બે વાહનો સહિત કુલ રૂ. 41.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પણ મુદ્દામાલના સ્ત્રોત અને હેરફેર અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આમ, પશ્ચિમ કચ્છ LCB દ્વારા કરવામાં આવેલી ત્રણ અલગ-અલગ કાર્યવાહીમાં કુલ રૂ. 72,28,190નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના ગેરકાયદે સંગ્રહ અને હેરફેર સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Kutch News: ભચાઉના કકરવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત , 2 લોકોના થયા મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.