Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : પડધરી તાલુકાના દહીસરા ગામે તળાવમાં ડૂબી જતા 4 બાળકના મોત

Rajkot જિલ્લાના પડધરી તાલુકાના દહીસરા ગામે અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના નદી પટ વિસ્તારમાં નાહવા ગયેલા ચાર બાળકો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા.
Vivek Shah
Vivek ShahUpdated on: 06 Sep 2026 11:18 AM IST
Rajkot : પડધરી તાલુકાના દહીસરા ગામે તળાવમાં ડૂબી જતા 4 બાળકના મોતRajkot : પડધરી તાલુકાના દહીસરા ગામે તળાવમાં ડૂબી જતા 4 બાળકના મોત

Rajkot

Rajkot : આ દુર્ઘટનાના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર દહીસરા ગામ તેમજ પડધરી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ, દહીસરા ગામે નદી પટમાં આવેલા હનુમાનજી મંદિર નજીક આ કરુણ બનાવ બન્યો હતો.

ગામના ત્રણ બાળકો અને તેમનો એક ભાણેજ નાહવા માટે ગયા હતા. દરમિયાન ચારેય બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકોની શોધખોળ શરૂ કરી હતી.

દહીસરા ગામે માતમ

ફાયર બ્રિગેડના જવાનો અને બચાવ ટીમ દ્વારા લાંબી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતાને પગલે મામલતદાર તેમજ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોમાં રાજપરા દીપ ગંગારામભાઈ, ધ્યેય મનીષભાઈ ધમાસણા, વંશીત વિજયભાઈ ખંભાયતા અને વાસુભાઈ યોગેશભાઈ સવસાણીનો સમાવેશ થાય છે. બાળકોની ઉંમર નાની હોવાથી આ ઘટનાએ પરિવારજનો તેમજ સ્થાનિક લોકોના હૃદયને હચમચાવી દીધા છે.

નદીમાં નાહવા ગયા અને મોતને ભેટ્યા 4 બાળકો

ચારેય બાળકોના મૃતદેહ મળ્યા બાદ દહીસરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યારબાદ દહીસરા ગામમાંથી ચારેય બાળકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ચારેય બાળકોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક લોકો જોડાયા હતા. એકસાથે ચાર બાળકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર પંથકમાં કરુણ દૃશ્યો જોવા મળ્યા હતા.

બાળકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે દહીસરા ગામના શિક્ષક સુધીર ચાવડા તેમજ મૃતક બાળકોના સ્વજન લાભજીભાઈ ધમાસણાની બાઈટ પણ લેવામાં આવી છે. બંને દ્વારા સમગ્ર ઘટનાની વિગતો અને પરિવારની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે. ચાર બાળકોના અચાનક મોતથી તેમના પરિવારોએ સંતાનો ગુમાવ્યા છે અને સમગ્ર ગામે પોતાના ચાર વ્હાલસોયા બાળકો ગુમાવ્યા છે. આ કરુણ ઘટનાએ પડધરી પંથકને હચમચાવી દીધો છે.

આ પણ વાંચો : Surat ના અમરોલીમાં પોલીસનો સપાટો, 1.997 કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.