Get News Alerts

Never miss breaking news updates.

Patan : 22 મંદિરમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Patan : પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ મંદિરોમાં ચોરીના બનાવોને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી.
Kunjan ShuklaUpdated on: 16 Sep 2026 02:36 PM IST
Patan : 22 મંદિરમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તPatan : 22 મંદિરમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Patan

Patan : પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ મંદિરોમાં ચોરીના બનાવોને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા ત્રણેય જિલ્લામાં આશરે 22 જેટલા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ મળી

મળતી માહિતી મુજબ, મંદિરોમાં રાત્રિના સમયે પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરવામાં આવતી હતી. અલગ-અલગ વિસ્તારોમાં બનેલી મંદિર ચોરીની ઘટનાઓને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ મળતાં ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આ મામલે આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલની ધરપકડ કરી છે.

પોલીસે સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત એક ઈકો કાર, એક CNG રિક્ષા અને ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કબજે કરેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹6,70,584 હોવાનું સામે આવ્યું છે.

અન્ય ઘણા ખુલાસા થવાની શક્યતા

પોલીસની કાર્યવાહી બાદ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં થયેલી 22 જેટલી મંદિર ચોરીના બનાવો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ કયા-કયા મંદિરોમાં ચોરી કરી હતી, ચોરીનો મુદ્દામાલ ક્યાં પહોંચાડવામાં આવ્યો હતો તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછમાં મંદિર ચોરીના અન્ય બનાવો અંગે પણ મહત્વની વિગતો સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Delhi Mumbai Expressway : અંકલેશ્વરથી કીમને જોડતા હાઈવે પર અડચણરૂપ હાઈટેન્શન ટાવર ખસેડાયો, વાહનચાલકોને થશે રાહત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.