Junagadhના માણાવદરમાં ચકચાર: એકસાથે અંદાજે 50 કાચબાના મૃતદેહ મળી આવ્યા


Junagadh
Junagadhના માણાવદરમાં ચકચાર: એકસાથે અંદાજે 50 કાચબાના મૃતદેહ મળી આવ્યા


Junagadh
Junagadh: જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એકસાથે અંદાજે 50 જેટલા કાચબાના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. માણાવદરના મીતડી રોડ પર એન.જી. મિલ સામે કચરાના સ્થળ નજીકથી આ મૃત કાચબા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
વન વિભાગે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
મળતી માહિતી મુજબ, સ્થળ પરથી મળી આવેલા તમામ કાચબાના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમરાપુર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તમામ મૃત કાચબાના નમૂનાઓ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવામાં આવશે.
રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે
એકસાથે આટલી મોટી સંખ્યામાં કાચબાના મૃતદેહ મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે. કાચબાનાં મૃત્યુ કયા કારણોસર થયાં અને મૃતદેહો અહીં કોણ મૂકી ગયું તે દિશામાં વન વિભાગે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ અને FSLના રિપોર્ટ આવ્યા બાદ જ કાચબાનાં મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.






