Junagadhથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ, પોલીસે હાથ ધરી વધુ તપાસ

Junagadh: જૂનાગઢમાં સખી વન સ્ટોપ સેન્ટર સાથે જોડાયેલા કેસમાં ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલાને પોલીસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝડપી પાડી છે. મહિલા ગત 19 ઓક્ટોબરના રોજ ફરાર થઈ હતી.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 26 Oct 2026 03:31 PM IST
Junagadhથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ, પોલીસે હાથ ધરી વધુ તપાસJunagadhથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ, પોલીસે હાથ ધરી વધુ તપાસ

Junagadh

Junagadh: જૂનાગઢમાં સખી વન સ્ટોપ સેન્ટર સાથે જોડાયેલા કેસમાં ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલાને પોલીસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝડપી પાડી છે. મહિલા ગત 19 ઓક્ટોબરના રોજ ફરાર થઈ હતી. જૂનાગઢ સી-ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને શોધી કાઢી હતી.

ખોટું નામ ધારણ કરીને જૂનાગઢમાં રહેતી હતી

મળતી માહિતી અનુસાર, મહિલા જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ખોટું નામ ધારણ કરીને રહેતી હતી. તેને અગાઉ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી હતી. જોકે, ગત 19 ઓક્ટોબરે તે ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કાર્યવાહી

જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન મહિલાનું લોકેશન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મળતાં પોલીસે તેને ઝડપી પાડી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

મહિલા ઝડપાઈ આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મહિલા કયા સંજોગોમાં ફરાર થઈ હતી અને ખોટું નામ ધારણ કરીને રહેવા સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : 12th BRICS: PM મોદી 12મા બ્રિક્સ સંસદીય મંચમાં સામેલ થયા, વિદેશી પ્રતિનિધિઓ સાથે કરી ચર્ચા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.