Mehsanaના દેદિયાસણમાં અબોલા જીવ સાથે ક્રૂરતા: શ્વાનના ગળામાં ક્લચ વાયર બાંધ્યો, બે કલાકની જહેમત બાદ બચાવાયો

Mehsana: મહેસાણા જિલ્લાના દેદિયાસણ ગામમાં અબોલા પ્રાણી સાથે ક્રૂરતાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે એક કૂતરાના ગળામાં ક્લચ વાયર બાંધ્યો હતો. વાયર ભરાઈ જતાં કૂતરાનો જીવ જોખમમાં મુકાયો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 26 Oct 2026 04:58 PM IST
Mehsanaના દેદિયાસણમાં અબોલા જીવ સાથે ક્રૂરતા: શ્વાનના ગળામાં ક્લચ વાયર બાંધ્યો, બે કલાકની જહેમત બાદ બચાવાયોMehsanaના દેદિયાસણમાં અબોલા જીવ સાથે ક્રૂરતા: શ્વાનના ગળામાં ક્લચ વાયર બાંધ્યો, બે કલાકની જહેમત બાદ બચાવાયો

Mehsana

Mehsana: મહેસાણા જિલ્લાના દેદિયાસણ ગામમાં અબોલા પ્રાણી સાથે ક્રૂરતાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે એક શ્વાનના ગળામાં ક્લચ વાયર બાંધ્યો હતો. ગળામાં વાયર ભરાઈ જતાં શ્વાનનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે, જીવદયા પ્રેમીઓની સમયસરની મદદ અને રેસ્ક્યૂ ટીમની જહેમતથી શ્વાનનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

જીવદયા પ્રેમીએ ફાઉન્ડેશનને જાણ કરી

મળતી માહિતી મુજબ, દેદિયાસણ ગામમાં શ્વાનના ગળામાં વાયર બાંધવામાં આવ્યો હોવાની જાણ એક જીવદયા પ્રેમીને થઈ હતી. ત્યારબાદ તેમણે દ્વારકાધીશ ફાઉન્ડેશન, મહેસાણાને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાં ગોઝારિયા જીવદયા મેડિકલ સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

બે કલાકની જહેમત બાદ વાયર કાઢ્યો

શ્વાનના ગળામાં વાયર ભરાઈ ગયો હોવાથી તેને બહાર કાઢવા માટે ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. આશરે બે કલાકની જહેમત બાદ કૂતરાના ગળામાંથી વાયર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જરૂરી સારવાર આપવામાં આવી હતી.

સમયસર સારવારથી શ્વાનનો જીવ બચ્યો

રેસ્ક્યૂ ટીમની મહેનત અને સમયસર સારવારના કારણે શ્વાનનો જીવ બચાવી શકાયો હતો. આ ઘટનાએ અબોલા જીવો પ્રત્યેની સંવેદનશીલતા અને તેમની સુરક્ષાના મહત્ત્વ અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. શ્વાનના ગળામાં વાયર બાંધનાર અજાણ્યા શખ્સ અંગેની વધુ વિગતો હાલ સામે આવી નથી.

આ પણ વાંચો : Mehsanaમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: કિયા સેલ્ટોસમાંથી વિદેશી દારૂની 3,263 બોટલો મળી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.