Kandla SEZમાં બે ગારમેન્ટ કંપનીઓમાં ભીષણ આગ, કરોડોનું નુકસાન થયાની આશંકા

Kandla SEZ: ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) વિસ્તારમાં આવેલી બે યુઝ્ડ ગારમેન્ટ કંપનીઓમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Oct 2026 02:26 PM IST
Kandla SEZમાં બે ગારમેન્ટ કંપનીઓમાં ભીષણ આગ, કરોડોનું નુકસાન થયાની આશંકાKandla SEZમાં બે ગારમેન્ટ કંપનીઓમાં ભીષણ આગ, કરોડોનું નુકસાન થયાની આશંકા

Kandla SEZ

Kandla SEZ: ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) વિસ્તારમાં આવેલી બે યુઝ્ડ ગારમેન્ટ કંપનીઓમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. કાસેજ વિસ્તારમાં આવેલી ટેક્સ પોલી ઇમ્પેક્સ અને લોટસ ઇમ્પેક્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

બંને કંપનીઓમાં રાખેલો ગારમેન્ટનો જથ્થો બળીને ખાખ

મોડી રાત્રે આગ લાગતાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. આગની જ્વાળાઓમાં બંને કંપનીઓમાં રાખવામાં આવેલા ગારમેન્ટ્સ બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આગને કારણે કંપનીઓમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આગ લાગવાનું કારણ અકબંધ

આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, નુકસાનની ચોક્કસ રકમ અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ બાદ જ વધુ માહિતી સામે આવશે.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.