Kutch: રાપરના ખેંગારપર ગામે નવજાત શિશુના મોતના કેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓની પોલીસે કરી ધરપકડ


Kutch
Kutch: રાપરના ખેંગારપર ગામે નવજાત શિશુના મોતના કેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓની પોલીસે કરી ધરપકડ


Kutch
Kutch: કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામે કેનાલમાંથી મળી આવેલા મૃત નવજાત શિશુના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે સમગ્ર મામલાનો ભેદ ઉકેલ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, ખેંગારપર ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં રાપર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. નવજાત શિશુને ત્યજી દેવાના આ ગંભીર બનાવમાં પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ કેસમાં પોલીસે રામજીભાઈ કોલી, મનજીભાઈ કોલી અને કાંતાબેન રાઠોડની ધરપકડ કરી છે.
નવજાત શિશુને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યું હોવાની વિગતો તપાસમાં બહાર આવી
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, કાન્તાબેન રાઠોડ અને રામજીભાઈ કોલી વચ્ચેના સંબંધ દરમિયાન બાળકનો જન્મ થયો હતો. ત્યારબાદ સમગ્ર મામલો છુપાવવાના ઈરાદે નવજાત શિશુને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યું હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. જોકે, આ સમગ્ર ઘટનામાં દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા અને અન્ય સંજોગો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. નવજાત શિશુના મોતના આ બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસ ઘટનાને લગતા તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
બાળકના જન્મથી લઈને તેને કેનાલમાં ફેંકી દેવા સુધીની સમગ્ર ઘટનાક્રમની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. રાપર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાને લગતી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: Mehsana: RTOના નિયમો નેવે મૂકી ગેરકાયદે વાહન વેચાણ, 50થી વધુ સ્થળોએ તપાસ, 20થી વધુ વાહનો ડિટેઈન





