Get News Alerts

Never miss breaking news updates.

Mehsana: RTOના નિયમો નેવે મૂકી ગેરકાયદે વાહન વેચાણ, 50થી વધુ સ્થળોએ તપાસ, 20થી વધુ વાહનો ડિટેઈન

Mehsana: મહેસાણા જિલ્લામાં વાહન વેચાણના વ્યવસાયમાં RTOના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની સામે આવેલી વિગતો બાદ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 17 Oct 2026 04:00 PM IST
Mehsana: RTOના નિયમો નેવે મૂકી ગેરકાયદે વાહન વેચાણ, 50થી વધુ સ્થળોએ તપાસ, 20થી વધુ વાહનો ડિટેઈનMehsana: RTOના નિયમો નેવે મૂકી ગેરકાયદે વાહન વેચાણ, 50થી વધુ સ્થળોએ તપાસ, 20થી વધુ વાહનો ડિટેઈન

Mehsana

Mehsana: મહેસાણા જિલ્લામાં વાહન વેચાણના વ્યવસાયમાં RTOના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની સામે આવેલી વિગતો બાદ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. RTOની ટીમે 50થી વધુ સ્થળોએ તપાસ કરી હતી, જેમાં રજિસ્ટ્રેશન વગર વેચાણ માટે રાખવામાં આવેલા 20થી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. ટ્રેડ સર્ટિફિકેટ વગર વાહનોની ડિલિવરી આપતા ડીલરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

20થી વધુ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા

મળતી માહિતી અનુસાર, વાહન ડીલરો દ્વારા વાહન વેચાણ અને ડિલિવરી દરમિયાન નિયત નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેની તપાસ માટે RTO વિભાગે અભિયાન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ વાહનોના દસ્તાવેજો અને વેચાણ પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર વાહનોનું વેચાણ અથવા ડિલિવરી કરવામાં આવતી હોવાની બાબત સામે આવતા અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરીને વેચાણ માટે રાખવામાં આવેલા 20થી વધુ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જરૂરી ટ્રેડ સર્ટિફિકેટ વગર વાહનોની ડિલિવરી આપતા ડીલરો સામે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

વાહન વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા ડીલરોમાં ચર્ચા શરૂ થઈ

મોટર વાહનના વેચાણ અને ડિલિવરી દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. વાહન ખરીદનારને નિયમો અનુસાર જરૂરી દસ્તાવેજો અને રજિસ્ટ્રેશન સંબંધિત વિગતો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ડીલરની હોય છે. RTO દ્વારા ડીલરોને ફરજિયાત રજિસ્ટ્રેશન નંબર સાથે જ વાહનની ડિલિવરી આપવા અંગેના નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી વાહન વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા ડીલરોમાં ચર્ચા શરૂ થઈ છે. RTO વિભાગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ મહેસાણા RTO કચેરી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ નિયમોનો ભંગ કરનારા ડીલરો સામે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આવી તપાસથી વાહન વેચાણની પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા અને ગ્રાહકોને નિયમસર વાહન મળે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે.

આ પણ વાંચો: Ahmedabad: નવરાત્રિના ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.