Get News Alerts

Never miss breaking news updates.

Kutch News: પૂર્વ કચ્છ SOGની મોટી કાર્યવાહી, વર્ષામેડી નજીકથી 1.963 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

Kutch News: પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 22 Oct 2026 04:32 PM IST
Kutch News: પૂર્વ કચ્છ SOGની મોટી કાર્યવાહી, વર્ષામેડી નજીકથી 1.963 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોKutch News: પૂર્વ કચ્છ SOGની મોટી કાર્યવાહી, વર્ષામેડી નજીકથી 1.963 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

Kutch News

Kutch News: પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે SOGની ટીમે અંજારના વર્ષામેડી નજીક દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 1.963 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂપિયા 98,150 હોવાનું સામે આવ્યું છે.

બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 3,040 પણ કબજે કર્યા

મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છ SOGની ટીમને બાતમી મળી હતી કે વર્ષામેડી નજીક એક શખ્સ ગાંજાનો જથ્થો ધરાવે છે. આ બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન રણજીત જાગરૂપ યાદવ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 1.963 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ઝડપાયેલો આરોપી મૂળ બિહારનો રહેવાસી હોવાનું અને હાલ અંજારના વર્ષામેડી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. SOGની ટીમે ગાંજાના જથ્થા ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 3,040 પણ કબજે કર્યા છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આ સમગ્ર કાર્યવાહીમાં ગાંજાના જથ્થા, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 1,07,190નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પૂર્વ કચ્છ વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અને હેરફેરને અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષામેડી નજીકથી ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરફેરમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad: SRK Techtronicsની અદ્યતન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પશ્ચિમ નૌકાદળ કમાન્ડના વડાએ મુલાકાત લીધી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.