Kutchમાં વીજ સંકટની સ્થિતિ,'ઓક્ટોબર હીટ'ના કારણે વીજળીની માગમાં મોટો વધારો થયો


Kutch
Kutchમાં વીજ સંકટની સ્થિતિ,'ઓક્ટોબર હીટ'ના કારણે વીજળીની માગમાં મોટો વધારો થયો


Kutch
Kutch: કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં તહેવારોના દિવસો વચ્ચે વીજસંકટના વાદળો ઘેરાયા છે. 'ઓક્ટોબર હીટ'ના કારણે વીજળીની માગમાં મોટો વધારો થયો છે, જ્યારે પવનની ગતિ મંદ પડતા પવન ઊર્જાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. બીજી તરફ કોલસા અને ગેસની અછત તેમજ કેટલાક થર્મલ પ્લાન્ટ બંધ હોવાના કારણે વીજ ઉત્પાદન પર પણ અસર પડી છે.
વીજસંકટની સ્થિતિ વધુ ગંભીર બની
કચ્છમાં અવારનવાર ખોરવાતા વીજ પુરવઠાની ફરિયાદો વચ્ચે હવે વીજસંકટની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. વીજળીની વધતી માગ અને ઘટતા ઉત્પાદન વચ્ચે ગ્રીડનું સંતુલન જાળવવું તંત્ર માટે પડકાર બન્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા ઔદ્યોગિક એકમો માટે 'સ્ટેગર્ડ હોલિડે' જાહેર કરવામાં આવી છે.
ઘરવપરાશનો વીજપુરવઠો જાળવી રાખવાના પ્રયાસો
જે અંતર્ગત કચ્છમાં શનિવારે ઔદ્યોગિક વીજપુરવઠો સ્થગિત રાખવામાં આવશે. હાલમાં ખેતીવાડી, જ્યોતિગ્રામ અને ઔદ્યોગિક ફીડર પર તબક્કાવાર વીજકાપ મૂકીને ઘરવપરાશનો વીજપુરવઠો જાળવી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને દીપોત્સવીના તહેવારો દરમિયાન ઘરવપરાશના વીજપુરવઠામાં વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Vibrant Gujarat 2027: રોકાણ આકર્ષવા સરકારનું મેગા પ્લાનિંગ, 22 દેશ અને 8 શહેરોમાં યોજાશે રોડ-શો





