સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કેશોદમાં ભગવાન ઝૂલેલાલજીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ



Keshod Jhulelal Statue Unveiling
સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કેશોદમાં ભગવાન ઝૂલેલાલજીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ



Keshod Jhulelal Statue Unveiling
Keshod Jhulelal Statue Unveiling: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સિંધી સમાજ માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કેશોદ ખાતે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કેશોદના ચાર ચોક ખાતે દુર્ગા મંદિર પાસે સ્થાપિત ભગવાન ઝૂલેલાલજીની પવિત્ર પ્રતિમાનું મુખ્ય અતિથિ અને કેશોદના ધારાસભ્ય દેવા માલમના હસ્તે ભવ્ય કાર્યક્રમ વચ્ચે અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભવ્ય શોભાયાત્રા બાદ પ્રતિમાનું અનાવરણ
પ્રતિમા અનાવરણ કાર્યક્રમ પૂર્વે ભગવાન ઝૂલેલાલજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા કેશોદ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ચાર ચોક ખાતે પહોંચી હતી. ચાર ચોક ખાતે ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે ભગવાન ઝૂલેલાલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા
આ ઐતિહાસિક પ્રસંગે કેશોદના સિંધી સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી ભગવાન ઝૂલેલાલજીની પ્રતિમા સ્થાપનાની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, કેશોદ ભાજપ પ્રમુખ સહિત વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું સન્માન, સહયોગીઓનો આભાર
સમસ્ત સિંધી સમાજ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રતિમા સ્થાપના તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન પ્રો. ભુપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
સિંધી સમાજની શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતિક બનશે પ્રતિમા
કેશોદ ખાતે ભગવાન ઝૂલેલાલજીની પ્રતિમા સ્થાપિત થવી માત્ર સિંધી સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર કેશોદ શહેર માટે પણ ગૌરવ અને ઐતિહાસિક ક્ષણ બની છે. ભગવાન ઝૂલેલાલજીની આ પ્રતિમા સિંધી સમાજની શ્રદ્ધા, સંસ્કૃતિ, એકતા અને પેઢીઓથી ચાલતી આસ્થાનું પ્રતિક બની રહેશે. “સિંધીની શાન... શ્રદ્ધાની ઓળખ... અને પેઢીઓનો અમર વિશ્વાસ...” જેવા ભાવ સાથે આ સમગ્ર કાર્યક્રમ સિંધી સમાજ માટે યાદગાર બની રહ્યો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



