Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar: તહેવારો વચ્ચે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, ફાફડા-જલેબી અને ફરસાણની 23 પેઢીઓની તપાસ

Jamnagar: નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે જામનગર મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 19 Oct 2026 03:07 PM IST
Jamnagar: તહેવારો વચ્ચે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, ફાફડા-જલેબી અને ફરસાણની 23 પેઢીઓની તપાસJamnagar: તહેવારો વચ્ચે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, ફાફડા-જલેબી અને ફરસાણની 23 પેઢીઓની તપાસ

Jamnagar

Jamnagar: નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે જામનગર મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ફાફડા-જલેબી અને ફરસાણની દુકાનોથી લઈને ગરબી ગ્રાઉન્ડમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન 70 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર બે પેઢીઓ પાસેથી કુલ રૂપિયા 10,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

ફાફડા-જલેબીની 23 પેઢીઓની તપાસ

તહેવારો દરમિયાન ફાફડા, જલેબી અને ફરસાણની માગમાં વધારો થતો હોવાથી ફૂડ વિભાગ દ્વારા આવી 23 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા 12 ખાદ્ય નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી માટે 10 સર્વેલન્સ સેમ્પલ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ગરબી ગ્રાઉન્ડના 42 સ્ટોલનું ચેકિંગ

નવરાત્રિ દરમિયાન ગરબી ગ્રાઉન્ડ અને તેની આસપાસ ખાણીપીણીના સ્ટોલ પર મોટી સંખ્યામાં લોકો નાસ્તો અને અન્ય ખાદ્યપદાર્થો આરોગતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે 42 ખાણીપીણીના સ્ટોલની તપાસ કરી હતી. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે TPC મીટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દશેરા સુધી ચેકિંગ ચાલુ રહેશે

તપાસ દરમિયાન મળી આવેલા 70 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ગંદકી અને ન્યુસન્સ સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ બે પેઢીઓ સામે કાર્યવાહી કરીને કુલ રૂપિયા 10,000નો દંડ વસૂલાયો હતો. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દશેરાનો તહેવાર પૂર્ણ થાય ત્યાં સુધી ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચો: Varadayini Mata Temple in Rupal : નવમા નોરતે રૂપાલમાં જગદીશ વિશ્વકર્માએ કર્યા વરદાયિની માતાજીનાં દર્શન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.