Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Targets Japanese Investment in Semiconductors : ઓસાકામાં ગુજરાત માટે હાઇ-લેવલ બેઠક, જાપાનના ઉદ્યોગપતિઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ કરી રોકાણની ચર્ચા

Gujarat Targets Japanese Investment in Semiconductors :બેઠકમાં જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Vivek Shah
Vivek ShahUpdated on: 19 Oct 2026 01:40 PM IST
Gujarat Targets Japanese Investment in Semiconductors : ઓસાકામાં ગુજરાત માટે હાઇ-લેવલ બેઠક, જાપાનના ઉદ્યોગપતિઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ કરી રોકાણની ચર્ચાGujarat Targets Japanese Investment in Semiconductors : ઓસાકામાં ગુજરાત માટે હાઇ-લેવલ બેઠક, જાપાનના ઉદ્યોગપતિઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ કરી રોકાણની ચર્ચા

Gujarat Targets Japanese Investment in Semiconductors

Gujarat Targets Japanese Investment in Semiconductors : ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા રાજ્યમાં વિદેશી રોકાણની નવી તકો ઊભી કરવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જાપાનના ઓસાકા ખાતે હાઇ-લેવલ ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ રાઉન્ડટેબલ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જાપાનમાં હર્ષ સંઘવીનું ગુજરાત માટે રોકાણનું આમંત્રણ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા અને રોકાણ માટેના અનુકૂળ વાતાવરણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, “જાપાન ઊગતા સૂર્યનો દેશ છે અને ગુજરાત ઊગતી તકોની ભૂમિ છે.” તેમણે ગુજરાતને ‘સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી’નું પ્રતીક ગણાવી જાપાનના ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. બેઠક દરમિયાન સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો (EV) અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં રોકાણની તકો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જાપાનની અદ્યતન ટેકનોલોજી અને ગુજરાતની કુશળ માનવશક્તિનું સંયોજન બંને પક્ષો માટે વિકાસની નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે. ગુજરાતની આર્થિક ક્ષમતા રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8 ટકાથી વધુ છે, જ્યારે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજ્યનો હિસ્સો આશરે 18 ટકા છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ હોવાનું અને દેશના કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતનાં બંદરોનું નોંધપાત્ર યોગદાન હોવાનું પણ તેમણે રજૂ કર્યું હતું.

સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી પર ભાર મૂકાયો

ગુજરાત અને જાપાન વચ્ચેના અગાઉના ઔદ્યોગિક સહયોગનો ઉલ્લેખ કરતાં સુઝુકી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સને બંને પક્ષોના સંબંધોનાં ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન કુલ 11 વન-ટુ-વન બેઠકો અને એક રાઉન્ડટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ડાઇકી એલ્યુમિનિયમ, પેનાસોનિક એનર્જી સહિતની કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ જાપાનના કેટલાક સ્થાનિક વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષ સંઘવીએ જાપાનના રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં નવા રોકાણ, ઔદ્યોગિક ભાગીદારી અને ટેકનોલોજી આધારિત વિકાસ માટેની તકોને પ્રોત્સાહન આપવાનો છે. જોકે, આ બેઠકના પરિણામે કેટલું નવું રોકાણ નક્કી થયું છે તે અંગે કોઈ ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Gujarat RTO News : મહેસાણા આરટીઓ કચેરીમાં વહીવટી ફેરબદલ, 8 અધિકારીઓની અન્ય સ્થળે બદલી કરાઈ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે