Get News Alerts

Never miss breaking news updates.

Gir Somnath ના ઉનામાં ખેતરના મકાન બહાર સૂતા વૃદ્ધ પર સિંહ ત્રાટક્યો, ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

Gir Somnath જિલ્લાના ઉના તાલુકાના નાંદરખ ગામે સિંહના હુમલાની વધુ એક ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 29 Aug 2026 12:13 PM IST
Gir Somnath ના ઉનામાં ખેતરના મકાન બહાર સૂતા વૃદ્ધ પર સિંહ ત્રાટક્યો, ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયાGir Somnath ના ઉનામાં ખેતરના મકાન બહાર સૂતા વૃદ્ધ પર સિંહ ત્રાટક્યો, ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

Gir Somnath

Gir Somnath : વહેલી સવારે ખેતરના મકાનની બહાર સૂઈ રહેલા 70 વર્ષીય વૃદ્ધ ભુપતભાઈ ગોહિલ પર સિંહે હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધ ઈજાગ્રસ્ત થતાં પરિવારજનોએ તાત્કાલિક તેમને ઉના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.

મળતી માહિતી મુજબ, ભુપતભાઈ ગોહિલ પોતાના ખેતરમાં આવેલા મકાનની બહાર સૂતા હતા. આ દરમિયાન વહેલી સવારે શિકારની શોધમાં એક સિંહ ખેતર વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. સિંહે અચાનક ભુપતભાઈ પર હુમલો કરી દીધો હતો. હુમલાને કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

ઘટના બાદ પરિવારજનોએ તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પરિવાર દ્વારા વન વિભાગને પણ કરવામાં આવી હતી. માહિતી મળતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. વન વિભાગ દ્વારા હુમલાની પરિસ્થિતિ અને સિંહની હિલચાલ અંગે માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે નાંદરખ ગામમાં માત્ર પાંચ દિવસ અગાઉ પણ એક યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. ટૂંકા સમયગાળામાં સિંહના હુમલાની બે ઘટનાઓ સામે આવતા ગ્રામજનોમાં ચિંતા વધી છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતરના મકાનમાં રહેતા લોકોમાં પણ સિંહની અવરજવર અંગે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉનાના નાંદરખ ગામે બની ઘટના

સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, નાંદરખ ગામ અને આસપાસના ખેતર વિસ્તારોમાં સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓની અવરજવર વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે તથા વહેલી સવારે ખેતરોમાં જતા લોકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે નાંદરખ ગામમાં નિયમિત પેટ્રોલિંગ વધારવાની માગ કરવામાં આવી છે.

સાથે જ સિંહ તેમજ દીપડા જેવા વન્યપ્રાણીઓની હિલચાલ પર નજર રાખીને જો કોઈ વન્યપ્રાણી માનવ વસાહતની નજીક વારંવાર આવી રહ્યું હોય તો તેને પકડીને યોગ્ય પ્રક્રિયા બાદ જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી માગ પણ ઉઠી છે.

સિંહે હુમલો કરતા ગ્રામજનોમાં રોષ

સિંહના હુમલાની બંને ઘટનાઓને કારણે ગ્રામજનોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ખેડૂતો અને સ્થાનિક લોકો પોતાના ખેતરોમાં જતા પહેલાં સાવચેતી રાખી રહ્યા છે. હાલ વન વિભાગ દ્વારા સમગ્ર મામલે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. નાંદરખ અને આસપાસના વિસ્તારોમાં સિંહની હિલચાલ પર નજર રાખવા તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની જરૂરિયાત સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat થી રહસ્યમય રીતે ગુમ 4 બહેન કર્ણાટકથી હેમખેમ મળી આવી, પરિવારે રાહતનો શ્વાસ લઈ પોલીસનો માન્યો આભાર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.