Gandhinagar News: કચ્છને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા બદલ CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પશુપાલકો વતી શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ માન્યો આભાર

Gandhinagar News: કચ્છને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા સહિત ખેડૂતો અને પશુપાલકો માટે રાહતલક્ષી નિર્ણયો લેવા બદલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 03:31 PM IST
Gandhinagar News: કચ્છને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા બદલ CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પશુપાલકો વતી શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ માન્યો આભારGandhinagar News: કચ્છને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા બદલ CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પશુપાલકો વતી શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ માન્યો આભાર

Gandhinagar News

Gandhinagar News: કચ્છને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા સહિત ખેડૂતો અને પશુપાલકો માટે રાહતલક્ષી નિર્ણયો લેવા બદલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોના હિતમાં લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની વિગતો રજૂ કરી હતી.

નિર્ણય ખેડૂતો અને પશુપાલકો માટે રાહતરૂપ

મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, કચ્છ સહિત રાજ્યના ચાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય ખેડૂતો અને પશુપાલકો માટે રાહતરૂપ છે. વરસાદની અછત અને ઘાસચારાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પશુધનને બચાવવા માટે મહત્વપૂર્ણ પગલા લીધા છે. આ નિર્ણય બદલ તેમણે ખેડૂતો અને પશુપાલકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.

પ્રતિ કિલો માત્ર બે રૂપિયાના ભાવે ઘાસચારો આપવાનો નિર્ણય

તેમણે વધુમાં જણાવ્યું કે, જૂન મહિનાથી પશુપાલકોને પ્રતિ કિલો માત્ર બે રૂપિયાના ભાવે ઘાસચારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી પશુપાલકોને ઘાસચારાના વધતા ખર્ચમાં રાહત મળી શકશે. આ ઉપરાંત, પશુદીઠ દરરોજ 80 રૂપિયાની સહાય આપવાનો નિર્ણય પણ આવકારદાયક હોવાનું તેમણે જણાવ્યું હતું. ખેડૂતોને આર્થિક સહાય અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને પ્રતિ હેક્ટર 8,500 રૂપિયાના દરે અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અછતની પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે તે માટે આ સહાય મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો વધશે

આ ઉપરાંત, બીબીજી રામજી યોજના હેઠળ 150 દિવસની રોજગારી આપવાના નિર્ણયને પણ તેમણે યોગ્ય ગણાવ્યો હતો. આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો વધશે અને અછતથી અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહારો મળશે. પત્રકાર પરિષદના અંતે ત્રિકમ છાંગાએ જણાવ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયો ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય પરિવારોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થશે.

આ પણ વાંચો: Mehsana News: મનપા સમક્ષ સ્વાગત બંગ્લોઝના રહીશોના ધરણા, રસ્તો ખુલ્લો કરવાની માગ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.