Dwarka News: કેનેડી ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું

Dwarka News: કલ્યાણપુરના કેનેડી ગામે મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીની કટોકટી વચ્ચે બનેલી આ ઘટનાએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 04:58 PM IST
Dwarka News: કેનેડી ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયુંDwarka News: કેનેડી ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું

Dwarka News

Dwarka News: એક તરફ પાણીની અછતને કારણે લોકો અને પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીની કટોકટી વચ્ચે બનેલી આ ઘટનાએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.

પાણીનો મોટો જથ્થો રસ્તા પર વહેવા લાગ્યો

મળતી માહિતી મુજબ, કેનેડી ગામના મુખ્ય રસ્તા પર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. રસ્તા પરના વળાંક પાસે પાઈપલાઈન તૂટી જતાં પાણીનો મોટો જથ્થો રસ્તા પર વહેવા લાગ્યો હતો. પાઈપલાઈનમાંથી સતત પાણી વહેવાને કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો હોવાની વિગતો સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અછત જેવી પરિસ્થિતિ વચ્ચે પાણીનું મહત્વ વધી ગયું છે. અનેક વિસ્તારોમાં લોકો અને પશુપાલકો પાણી મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

પાણીનો વેડફાટ થવાથી સ્થાનિકોમાં નારાજગી

પશુધન માટે પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવી પણ પડકારરૂપ બની રહી છે. આવી સ્થિતિમાં મુખ્ય પાઈપલાઈન તૂટતાં પાણીનો વેડફાટ થવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રોડ બનાવવાની કામગીરી દરમિયાન પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હોવાની ઘટના સામે આવી છે. આથી રસ્તાનું કામ કરતી વખતે પાણીની પાઈપલાઈન જેવી આવશ્યક સુવિધાઓની યોગ્ય કાળજી રાખવામાં આવે છે કે નહીં તે અંગે સવાલો ઊઠી રહ્યા છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

પાઈપલાઈનમાંથી પાણી રસ્તા પર વહેતું હોવાનો વીડિયો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વીડિયોને પગલે પાણીના બગાડ અને તંત્રની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે સંબંધિત તંત્ર દ્વારા પાઈપલાઈનનું ભંગાણ તાત્કાલિક રિપેર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોની અપેક્ષા છે. પાણીની અછત વચ્ચે દરેક ટીપું બચાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવી જરૂરી બની છે.

આ પણ વાંચો: Surat News: કપાસની આયાત ડ્યુટીની મુક્તિ ન લંબાવવા PM મોદીને લખાયો પત્ર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.