Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar માં ‘ગ્રીન ગણેશ’નો ગાજતો સંકલ્પ, 101 સોસાયટીઓએ અપનાવ્યા Eco-Friendly બાપ્પા

Gandhinagar : ગણેશોત્સવની ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું ‘ગાંધીનગર ગ્રીન ગણેશ 2026’ અભિયાન શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 14 Sep 2026 03:51 PM IST
Gandhinagar માં ‘ગ્રીન ગણેશ’નો ગાજતો સંકલ્પ, 101 સોસાયટીઓએ અપનાવ્યા Eco-Friendly બાપ્પાGandhinagar માં ‘ગ્રીન ગણેશ’નો ગાજતો સંકલ્પ, 101 સોસાયટીઓએ અપનાવ્યા Eco-Friendly બાપ્પા

Gandhinagar Eco Friendly

Gandhinagar ના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર આરના ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનને ગાંધીનગરવાસીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. અભિયાન અંતર્ગત ગાંધીનગરની 101 સોસાયટીઓએ Eco-Friendly માટીના ગણેશજીની સ્થાપના કરવાનો સંકલ્પ લીધો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગણેશોત્સવની ઉજવણી સાથે સમાજમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

ગાંધીનગરમાં Eco-Friendly ગણેશોત્સવની ધૂમ!

પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વિકલ્પ તરીકે માટીના ગણેશજીની સ્થાપનાને પ્રોત્સાહન આપી પર્યાવરણમિત્ર ગણેશોત્સવ ઉજવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. તા. 13 સપ્ટેમ્બર 2026ના રોજ રાંદેસણ ખાતે આવેલા The Empyrean by Aarna ખાતે ‘ગાંધીનગર ગ્રીન ગણેશ 2026’ અંતર્ગત ભવ્ય મૂર્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદી, ગૌરાંગ પટેલ, તેજલબેન નાયી, કોર્પોરેટર પોપટસિંહ ગોહિલ અને જાણીતા ગાયિકા ઉર્વશીબેન રાદડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

101 સોસાયટીઓ જોડાઈ ‘ગ્રીન ગણેશ’ અભિયાનમાં

આ પ્રસંગે ગાંધીનગરની વિવિધ રજિસ્ટર્ડ સોસાયટીઓના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે Eco-Friendly ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરના ગ્રુપ તરફથી લાલજીભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, આ પહેલ માત્ર ગણેશજીની મૂર્તિના વિતરણ સુધી સીમિત નથી, પરંતુ ‘બાપ્પાની ભક્તિ સાથે પ્રકૃતિનું જતન’નો સંદેશ ગાંધીનગરના પરિવારો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. જાણીતા ગાયિકા ઉર્વશીબેન રાદડિયાએ ગાંધીનગરની 101 સોસાયટીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ તમામ સોસાયટીઓ ભક્તિની સાથે પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી રહી છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિકતા, ઉત્સાહ અને સામૂહિક ભાગીદારીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. સોસાયટીના પ્રતિનિધિઓએ પણ આ પહેલને આવકારી હતી અને પર્યાવરણમિત્ર ગણેશોત્સવ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર ગ્રીન ગણેશ 2026 અભિયાન દ્વારા ગણેશોત્સવને વધુ પર્યાવરણમિત્ર અને જવાબદાર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભક્તિ અને પ્રકૃતિ સંરક્ષણને એકસાથે જોડતી આ પહેલથી શહેરમાં ગ્રીન ગણેશોત્સવ અંગે જાગૃતિ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર વચ્ચે પોલીસ રસ્તા પર, હાટકેશ્વર સર્કલ પર સંભાળી ટ્રાફિક વ્યવસ્થા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે