Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે આવશે ગુજરાતની મુલાકાતે, અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 06:10 PM IST
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે આવશે ગુજરાતની મુલાકાતે, અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરીGandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે આવશે ગુજરાતની મુલાકાતે, અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Gandhinagar

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના પ્રવાસ દરમિયાન જૈન ધાર્મિક સ્થળોની મુલાકાત, માતાજીના મંદિરોમાં દર્શન-પૂજન, ભગવાન શિવજીની પ્રતિમાનો શિલાન્યાસ અને રાસ-ગરબાના કાર્યક્રમમાં ઉપસ્થિતિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પ્રેરણા તીર્થની મુલાકાત લેશે

પ્રવાસના કાર્યક્રમ મુજબ, બપોરે 2:45 કલાકે અમિત શાહ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પ્રેરણા તીર્થની મુલાકાત લેશે. અહીં તેઓ સૂરીશ્વરજી મહારાજના દર્શન કરશે. ત્યારબાદ બપોરે 3:15 કલાકે પાલડી સ્થિત વિશ્વ જૈન સંઘની મુલાકાત લેશે અને ગચ્છાધિપતિ ઉદયપ્રભ સૂરીશ્વરજી મહારાજના દર્શન કરશે. અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સાંજે 6 વાગ્યે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પહોંચશે. અહીં તેઓ પ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે દર્શન અને પૂજન કરશે. આ ઉપરાંત ભગવાન શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણકાર્યનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ સાંજે 7:30 કલાકે તેઓ માણસા સ્થિત બહુચર માતાજીના મંદિરે પહોંચશે, જ્યાં માતાજીની સાંજની આરતીમાં ભાગ લેશે.

કોલવડા ગામે યોજાનારા રાસ-ગરબાના કાર્યક્રમમાં હાજરી આપશે

દિવસના અંતિમ કાર્યક્રમમાં રાત્રે 9:30 કલાકે અમિત શાહ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામે યોજાનારા રાસ-ગરબાના કાર્યક્રમમાં હાજરી આપશે. કોલવડાના નવરાત્રી ચોક સ્થિત રામજી મંદિરે નવરાત્રી યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તેમની ઉપસ્થિતિ રહેશે. તેમના પ્રવાસને ધ્યાનમાં રાખીને સંબંધિત કાર્યક્રમોની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: CM Surprise Visit : સ્વર્ણિમ સંકુલ-1 માં મુખ્યમંત્રીનું સરપ્રાઈઝ ચેકિંગ, CCTV મોનિટરિંગ રૂમની મુલાકાત લેતા અધિકારીઓમાં મચી દોડધામ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.