Gandhinagar: શાળાઓમાં બિનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ, વિદ્યાર્થીઓના ફોટો-વીડિયો માટે પણ લેવી પડશે મંજૂરી


Gandhinagar
Gandhinagar: શાળાઓમાં બિનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ, વિદ્યાર્થીઓના ફોટો-વીડિયો માટે પણ લેવી પડશે મંજૂરી


Gandhinagar
Gandhinagar: રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા ગુજરાતના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાના પરિસરમાં કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. શાળામાં પ્રવેશ મેળવવા માટે આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
શાળામાં પ્રવેશ માટે લેખિત મંજૂરી અનિવાર્ય
શિક્ષણ વિભાગના નવા નિર્દેશો અનુસાર, શાળામાં મુલાકાતે આવતા દરેક વ્યક્તિએ પ્રવેશ પહેલાં આચાર્યની લેખિત મંજૂરી મેળવવી પડશે. આ ઉપરાંત, શાળામાં પ્રવેશ કરનાર તમામ મુલાકાતીઓએ વિઝિટર રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવી ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ શાળામાં કોણ પ્રવેશ કરે છે તેની નોંધ રાખવાનો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
ફોટો-વીડિયો અને ઈન્ટરવ્યૂ માટે પણ મંજૂરી જરૂરી
નવા નિયમો હેઠળ શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ કે વીડિયો ઉતારવા માટે પણ લેખિત મંજૂરી લેવી પડશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ લેવા અથવા શાળામાંથી કોઈપણ પ્રકારનું લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે પણ સત્તાવાર મંજૂરી મેળવવી જરૂરી રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓની વ્યક્તિગત ગોપનીયતા જાળવવામાં મદદ મળશે. સાથે જ, શાળાના પરિસરમાં અનધિકૃત રીતે પ્રવેશીને ફોટોગ્રાફી, વીડિયો રેકોર્ડિંગ કે અન્ય પ્રવૃત્તિઓ કરતા લોકો પર નિયંત્રણ લાવી શકાશે.
નિયમોનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવશે. જરૂર જણાય તો સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પોલીસને જાણ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શાળાઓમાં સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા આ નિર્ણય મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે શાળાના સંચાલકો અને આચાર્યોએ પરિપત્રમાં દર્શાવેલી સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે.
આ પણ વાંચો: Gujarat Cabinet Decisions: કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મહત્વના નિર્ણય, 3 લાખથી વધુ પરિવારોને મળશે સીધો લાભ





