Gandhinagar: PM મોદીના પિતા અંગેની ટિપ્પણીના વિરોધમાં ભાજપનું પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા અંગે કોંગ્રેસ અધ્યક્ષની અસભ્ય ટિપ્પણીના મામલે ગાંધીનગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પ્રદેશ ભાજપના ઉપક્રમે કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 26 Oct 2026 10:00 PM IST
Gandhinagar: PM મોદીના પિતા અંગેની ટિપ્પણીના વિરોધમાં ભાજપનું પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણGandhinagar: PM મોદીના પિતા અંગેની ટિપ્પણીના વિરોધમાં ભાજપનું પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ

Gandhinagar

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા અંગે કોંગ્રેસ અધ્યક્ષની અસભ્ય ટિપ્પણીના મામલે ગાંધીનગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પ્રદેશ ભાજપના ઉપક્રમે કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યાલય નજીક આવેલા ઘ-5 સર્કલ ખાતે ભાજપના કાર્યકરોએ એકત્ર થઈ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપના કાર્યકરોની રેલી કોંગ્રેસ કાર્યાલય તરફ પહોંચી

વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ ‘કોંગ્રેસ હાય હાય’ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકરો રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યાલય તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ કાર્યાલયની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કોંગ્રેસના કાર્યકરોએ પણ કર્યા સૂત્રોચ્ચાર

બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ‘હમસે જો ટકરાયેગા, મિટ્ટી મેં મિલ જાયેગા’ જેવા નારા લગાવ્યા હતા.

પાટનગરમાં રાજકીય માહોલ ગરમાયો

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે સૂત્રોચ્ચાર કરતા ગાંધીનગરમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાને પગલે કોંગ્રેસ કાર્યાલય આસપાસ પોલીસની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Mehsanaના દેદિયાસણમાં અબોલા જીવ સાથે ક્રૂરતા: શ્વાનના ગળામાં ક્લચ વાયર બાંધ્યો, બે કલાકની જહેમત બાદ બચાવાયો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.