Get News Alerts

Never miss breaking news updates.

Ambajiના ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, રાજસ્થાની કારીગરોની કળાની વધી ડિમાન્ડ

Ambaji Chaniya Choli: ગુજરાતની ઓળખ સમાન ગરબા અને રંગબેરંગી ચણિયાચોળીનો નાતો નવરાત્રિમાં વધુ ગાઢ બને છે. ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં રાજસ્થાની કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતાં ચણિયાચોળી અને ઘાઘરાની માંગ ગુજરાત...
R Gajjar
R GajjarUpdated on: 09 Oct 2026 04:39 PM IST
Ambajiના ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, રાજસ્થાની કારીગરોની કળાની વધી ડિમાન્ડAmbajiના ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, રાજસ્થાની કારીગરોની કળાની વધી ડિમાન્ડ

Ambaji Chaniya Choli

Ambaji Chaniya Choli: ગુજરાતની ઓળખ સમાન ગરબા અને રંગબેરંગી ચણિયાચોળીનો નાતો નવરાત્રિમાં વધુ ગાઢ બને છે. ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં રાજસ્થાની કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતાં ચણિયાચોળી અને ઘાઘરાની માંગ ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશમાં પણ જોવા મળી રહી છે. વર્ષ 2026માં નવી ડિઝાઇન અને મલ્ટી કલર પેટર્નવાળાં ચણિયાચોળી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

બાડમેરી, જયપુરી અને જોધપુરી ડિઝાઇનની વધતી માંગ

અંબાજીમાં ઘણા વર્ષોથી રાજસ્થાની કારીગરો અલગ-અલગ પ્રકારનાં કાપડમાંથી સુંદર સિલાઈ અને આકર્ષક ડિઝાઇન સાથે ચણિયાચોળી તથા ઘાઘરા તૈયાર કરે છે. આ વર્ષે બાડમેરી, જયપુરી અને જોધપુરી ચણિયાચોળીની વિવિધ ડિઝાઇનની માંગ વધી રહી છે. મલ્ટી કલર પેટર્ન અને નવીન ડિઝાઇન ગ્રાહકોને ખાસ પસંદ આવી રહી છે. ગ્રાહકોની પસંદગી અને બજારમાં વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને કારીગરો પણ અલગ-અલગ પેટર્નમાં નવા ચણિયાચોળી તૈયાર કરી રહ્યા છે. નવરાત્રિ પહેલાં જ વેપારીઓ દ્વારા વિવિધ ડિઝાઇનનો સ્ટોક તૈયાર કરવામાં આવી રહ્યો છે.

એક કારીગર રોજના 100થી વધુ ચણિયાચોળી તૈયાર કરે છે

અંબાજીના ચણિયાચોળીના વ્યવસાયની ખાસિયત એ છે કે અહીંના કારીગરો મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. મળતી માહિતી મુજબ, એક કારીગર રોજના 100થી વધુ ઘાઘરા અને ચણિયાચોળી તૈયાર કરે છે. અંબાજીમાં અનેક હોલસેલ વેપારીઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. કારીગરોની મહેનત અને અલગ-અલગ ડિઝાઇનને કારણે અંબાજીમાં તૈયાર થતાં પરંપરાગત વસ્ત્રોનો વેપાર વિસ્તાર્યો છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમવા માટે ખાસ વસ્ત્રો ખરીદતા લોકોમાં પણ આવા ચણિયાચોળીની માંગ રહે છે.

ગુજરાતથી વિદેશ સુધી થાય છે સપ્લાય

અંબાજીના હોલસેલ વેપારીઓ તૈયાર થયેલો સ્ટોક ગુજરાતનાં વિવિધ શહેરો ઉપરાંત અન્ય રાજ્યો અને વિદેશમાં પણ સપ્લાય કરે છે. આ રીતે અંબાજીનો ચણિયાચોળીનો વ્યવસાય સ્થાનિક કારીગરો અને વેપારીઓ માટે રોજગારીની તક ઊભી કરે છે. નવરાત્રિમાં ગરબાની સાથે પરંપરાગત વસ્ત્રોનું પણ વિશેષ મહત્ત્વ છે. અંબાજીના કારીગરોની કળા, રંગોની વિવિધતા અને નવી ડિઝાઇનના કારણે અહીં તૈયાર થતાં ચણિયાચોળી દેશ-વિદેશના બજારો સુધી પોતાની ઓળખ બનાવી રહ્યાં છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]