Amreli News: ખીજડિયાથી અમરેલી અને વિસાવદર સુધી બ્રોડગેજનું કામ ઝડપથી પૂર્ણ કરી ટ્રેન શરૂ કરવા બ્રોડગેજ કમિટી અને ધારી પત્રકાર સંઘની ઉગ્ર રજૂઆત

અમરેલી જિલ્લામાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને બંધ પડેલી ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની માગ ઉઠી છે.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 03:48 PM IST
Amreli News: ખીજડિયાથી અમરેલી અને વિસાવદર સુધી બ્રોડગેજનું કામ ઝડપથી પૂર્ણ કરી ટ્રેન શરૂ કરવા બ્રોડગેજ કમિટી અને ધારી પત્રકાર સંઘની ઉગ્ર રજૂઆતAmreli News: ખીજડિયાથી અમરેલી અને વિસાવદર સુધી બ્રોડગેજનું કામ ઝડપથી પૂર્ણ કરી ટ્રેન શરૂ કરવા બ્રોડગેજ કમિટી અને ધારી પત્રકાર સંઘની ઉગ્ર રજૂઆત

Amreli News

Amreli News: અમરેલી જિલ્લામાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને બંધ પડેલી ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની માગ ઉઠી છે. અમરેલી રેલવે સ્ટેશન ખાતે બ્રોડગેજ કમિટી અને ધારી પત્રકાર સંઘ દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વિવિધ પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અમરેલી, ચલાલા, ધારી અને વિસાવદર સહિતના વિસ્તારોના લાખો લોકોને રેલવેની વધુ સારી સુવિધા મળે તે માટે વહેલી તકે નક્કર પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.

અમદાવાદ સુધી સીધી ટ્રેન શરૂ કરવાની માગ કરવામાં આવી

રજૂઆતમાં ખીજડિયાથી અમરેલી અને વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે લાઈનનું કામ ઝડપથી પૂર્ણ કરીને ટ્રેન સેવા શરૂ કરવાની માગ મુખ્ય રહી હતી. આ ઉપરાંત, રેલવે ફાટક નંબર 16 અને 18 પર જરૂરી વ્યવસ્થા કરીને ટ્રેનો દોડાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. અમદાવાદ જવા માટે મુસાફરોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા વિરમગામના ફેરા વિના ધોળા, ઢસા અને ધંધુકા થઈને અમદાવાદ સુધી સીધી ટ્રેન શરૂ કરવાની માગ કરવામાં આવી છે. ખાસ કરીને વેપારીઓ અને ઉદ્યોગકારો સવારે અમદાવાદ જઈને સાંજે પરત ફરી શકે તેવી ટ્રેન સેવા શરૂ થાય તો સ્થાનિક વેપાર-ધંધાને પણ ફાયદો થઈ શકે છે.

મીટરગેજ ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માગ

બીજી તરફ, ખીજડિયા–જૂનાગઢ અને ખીજડિયા–વેરાવળ રેલવે લાઈનના કામમાં વન વિભાગના અવરોધો દૂર કરીને કામગીરી ઝડપી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. વેરાવળ–હરિદ્વાર ટ્રેનને ચિતલ, લાઠી અને વડિયા સ્ટેશન પર સ્ટોપ આપવા તેમજ છેલ્લા છ મહિનાથી બંધ મીટરગેજ ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માગ પણ ઉઠાવવામાં આવી હતી. બ્રોડગેજ કમિટી અને ધારી પત્રકાર સંઘે રેલવે તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે હવે વધુ વિલંબ કર્યા વિના લોકોની સુવિધા માટે નક્કર પગલાં લેવામાં આવે. રેલવેના અધિકારીઓએ રજૂઆતો સાંભળીને નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: Gandhinagar News: કચ્છને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા બદલ CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પશુપાલકો વતી શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ માન્યો આભાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.