Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: સાયન્સ સિટીમાં એવિએશન કાર્યક્રમ: 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે એરપોર્ટથી એરફોર્સ સુધીની કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન

Ahmedabad: સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે એવિએશન ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 11 Sep 2026 12:55 PM IST
Ahmedabad: સાયન્સ સિટીમાં એવિએશન કાર્યક્રમ: 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે એરપોર્ટથી એરફોર્સ સુધીની કારકિર્દીની તકો અંગે માર્ગદર્શનAhmedabad: સાયન્સ સિટીમાં એવિએશન કાર્યક્રમ: 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે એરપોર્ટથી એરફોર્સ સુધીની કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન

Ahmedabad

Ahmedabad: સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે એવિએશન ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ, ગુજસેલ અને ડ્રીમ એવિએટરનાં સંયુક્ત પ્રયાસોથી યોજાનારા આ કાર્યક્રમમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓને એવિએશન ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ કારકિર્દીની તકો અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

પાઇલટ-કેબિન ક્રૂથી આગળ પણ અનેક વિકલ્પો

એવિએશન ક્ષેત્રને સામાન્ય રીતે પાઇલટ અને કેબિન ક્રૂ સુધી જ સીમિત માનવામાં આવે છે, ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ અન્ય વિશાળ કારકિર્દી વિકલ્પોથી માહિતગાર કરવાનો છે. વિદ્યાર્થીઓને તેમની રુચિ, શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય પ્રમાણે યોગ્ય ક્ષેત્ર પસંદ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

એરપોર્ટ મેનેજમેન્ટથી ગ્રાઉન્ડ હેન્ડલિંગ સુધી

કાર્યક્રમ દરમિયાન એરપોર્ટ મેનેજમેન્ટ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ સહિત એવિએશન ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રોની માહિતી આપવામાં આવશે. ખાસ કરીને સ્કિલ્ડ અને ટેકનિકલ જોબ્સ અંગે વિદ્યાર્થીઓને નિષ્ણાતો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે.

એરક્રાફ્ટ મેન્ટેનન્સમાં પણ ઉજ્જવળ તકો

એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ એ એવિએશન ક્ષેત્રનું મહત્વનું ટેકનિકલ ક્ષેત્ર છે. તેમાં વિવિધ વિશિષ્ટ જવાબદારીઓ અને કારકિર્દીની તકો ઉપલબ્ધ હોવાની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ટેકનિકલ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ અંગે પણ સમજ આપવામાં આવશે.

ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને સર્વિસ સેક્ટરમાં રોજગાર

એરપોર્ટ પર પેસેન્જર સર્વિસ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને અન્ય સર્વિસિસ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં પણ રોજગાર તેમજ વ્યવસાયની અનેક તકો રહેલી છે. વિદ્યાર્થીઓને આ ક્ષેત્રોમાં પ્રવેશવા માટે જરૂરી કૌશલ્ય અને કારકિર્દીના માર્ગ અંગે માહિતી આપવામાં આવશે.

એરફોર્સ સહિત સરકારી ક્ષેત્રની તકો

એવિએશન સાથે જોડાયેલા સરકારી ક્ષેત્રના વિવિધ વિકલ્પો અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. ખાસ કરીને એરફોર્સ સહિત એવિએશન ક્ષેત્ર સાથે સંકળાયેલી સરકારી કારકિર્દી અને તેમાં પ્રવેશ માટેની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

‘એવિએશન ઉભરતું ક્ષેત્ર, યુવાનો માટે મોટી તક’

કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ છે કે વિદ્યાર્થીઓ એવિએશન ક્ષેત્રને માત્ર પાઇલટ બનવા પૂરતું મર્યાદિત ન સમજે, પરંતુ પોતાની રુચિ અને કૌશલ્ય પ્રમાણે આ ઉભરતા ક્ષેત્રમાં વિવિધ કારકિર્દી વિકલ્પો શોધે. યોગ્ય કૌશલ્ય અને તાલીમ સાથે યુવાનો એવિએશન ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે.

આ પણ વાંચો : Rajkot Breaking: એક જ પરિવારના ત્રણ આપઘાત કેસમાં મોટો ખુલાસો, ફાઇનાન્સર સામે આખરે ગુનો નોંધાયો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.