Sardar Dham દ્વારા 1150 તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ.5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજયો



Sardar Dham
Sardar Dham દ્વારા 1150 તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ.5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજયો



Sardar Dham
Sardar Dham : “ડૉ. ચિતરંજનભાઈ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના” અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કુલ 1,150 વિદ્યાર્થીઓને રૂ.5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક જરૂરિયાત અને મેરિટના આધારે સહાય આપવામાં આવી છે.
સરદારધામનો ઉદ્દેશ માત્ર એક સમાજ પૂરતો સીમિત ન રાખીને ગુજરાતના તમામ સમાજ અને જ્ઞાતિના આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક અને પ્રોત્સાહન આપવાનો છે.
1150 વિદ્યાર્થીઓને સરદારધામનો સહારો
આ સહાય યોજના હેઠળ અભ્યાસક્રમવાર વિદ્યાર્થીઓની વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રના 205 વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગ, IIT અને આર્કિટેક્ચરના 661 વિદ્યાર્થીઓ, ફાર્મસીના 29 વિદ્યાર્થીઓ, અન્ય સાયન્સ સ્ટ્રીમના 31 વિદ્યાર્થીઓ તેમજ BCA અને અન્ય જનરલ સ્ટ્રીમના 224 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
શિક્ષણ સહાયના ચેક વિતરણ માટે તા. 29 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 2 વાગ્યે સરદારધામ, અમદાવાદ ખાતે વિશેષ “શિક્ષણ સહાય યોજના ચેક વિતરણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રૂ.5 કરોડના ફંડમાંથી મેરિટ મુજબ પસંદગી પામેલા 1,150 વિદ્યાર્થીઓને નિયત રકમની શિક્ષણ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આર્થિક મુશ્કેલી નહીં અટકાવે શિક્ષણનું સપનું
આ સમગ્ર શિક્ષણ સહાય યોજનાને સફળ બનાવવા માટે વિવિધ દાતાશ્રીઓ અને સંસ્થાઓનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે. જેમાં શ્રી ચીમનભાઈ જે. અગ્રવાલ, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન, AIA CSR ફાઉન્ડેશન, મેઘમણી પરિવાર તેમજ શ્રી પુનમચંદભાઈ પટેલ સહિતના દાતાશ્રીઓનો સમાવેશ થાય છે. સરદારધામ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા અનેક વિદ્યાર્થીઓને આર્થિક સહારો મળશે. ખાસ કરીને મેડિકલ, IIT, એન્જિનિયરિંગ અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ખર્ચ મોટો પડકાર બનતો હોય છે.
આવી સ્થિતિમાં મળતી આર્થિક સહાય તેમના અભ્યાસને આગળ વધારવામાં મદદરૂપ બની શકે છે. સરદારધામનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સપનાઓને નવી દિશા આપવાનો અને તેઓ ભવિષ્યમાં સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે. શિક્ષણ દ્વારા સામાજિક સશક્તિકરણ અને સમરસતાને આગળ વધારવાના પ્રયાસરૂપે આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



