અમરાઈવાડીમાં ભાજપના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન, વરિષ્ઠ નાગરિકોને AMTS-BRTSના નિઃશુલ્ક પાસનું વિતરણ



Jagdish Vishwakarma Amraiwadi
અમરાઈવાડીમાં ભાજપના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન, વરિષ્ઠ નાગરિકોને AMTS-BRTSના નિઃશુલ્ક પાસનું વિતરણ



Jagdish Vishwakarma Amraiwadi
Jagdish Vishwakarma Amraiwadi: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અમદાવાદના અમરાઈવાડી ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ નાગરિકો માટે AMTS અને BRTSની નિઃશુલ્ક મુસાફરીના પાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ જનસેવા, જનસંપર્ક અને જનકલ્યાણના સંકલ્પ સાથે સતત લોકોની વચ્ચે રહી સેવા કરવાનો પ્રયાસ વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.


કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, શહેર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો, ભાજપના આગેવાનો, સ્થાનિક નગરસેવકો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લોકસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન સાથે સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે વધુ સક્રિય કામગીરી કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.



R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



