Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: સગાઈ તૂટ્યાનો વિવાદ બન્યો જીવલેણ, ચાકુના હુમલામાં રણજીતનું સારવાર દરમિયાન મોત

Ahmedabad: શહેરમાં સગાઈ તૂટ્યા બાદ શરૂ થયેલો પારિવારિક વિવાદ હવે હત્યા સુધી પહોંચ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. રણજીત નામના યુવક પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Aug 2026 06:22 PM IST
Ahmedabad: સગાઈ તૂટ્યાનો વિવાદ બન્યો જીવલેણ, ચાકુના હુમલામાં રણજીતનું સારવાર દરમિયાન મોતAhmedabad: સગાઈ તૂટ્યાનો વિવાદ બન્યો જીવલેણ, ચાકુના હુમલામાં રણજીતનું સારવાર દરમિયાન મોત

Ahmedabad

Ahmedabad: શહેરમાં સગાઈ તૂટ્યા બાદ શરૂ થયેલો પારિવારિક વિવાદ હવે હત્યા સુધી પહોંચ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. રણજીત નામના યુવક પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રણજીતનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.

સગાઈ તૂટ્યા બાદ પરિવારો વચ્ચે વિવાદ

પ્રાથમિક ફરિયાદ અને સામે આવેલી વિગતો મુજબ, છોકરી પસંદ ન આવતા એક સગાઈ તોડી નાખવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા 3થી 4 મહિનાથી બંને પરિવારો વચ્ચે નારાજગી અને વિવાદ ચાલી રહ્યો હતો. રણજીતની પત્ની શ્વાતી પણ છેલ્લા કેટલાક મહિનાથી રિસામણે પોતાના પિયર રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

સમાધાન માટે બંને પરિવારોને બોલાવ્યા

ચાલી રહેલા પારિવારિક વિવાદનો અંત લાવવા માટે બંને પરિવારોને સમાધાન માટે એકત્ર કરવામાં આવ્યા હતા. જોકે, વાતચીત દરમિયાન કોઈ મુદ્દે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો હતો.

મેટ્રો પિલર નંબર 51 પાસે હુમલો

ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, બાદમાં મેટ્રો પિલર નંબર 51 પાસે રણજીત અને તેના પરિવારજનોને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન રણજીત પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

પેટના ભાગે ચાકુના ઘા, સારવાર દરમિયાન મોત

હુમલામાં રણજીતના પેટના ભાગે ચાકુના ઘા વાગતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

બે આરોપીઓ પોલીસની પકડમાં

આ કેસમાં કરણ જાટવ અને એક સગીર આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપી તરીકે નામ સામે આવેલા રજત ઉર્ફે અજ્જુ અને ચંદન હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સગાઈથી શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચ્યો

એક સગાઈ તૂટવાથી શરૂ થયેલો પારિવારિક વિવાદ ત્રણથી ચાર મહિનામાં એટલો ઉગ્ર બન્યો કે મામલો જીવલેણ હુમલા સુધી પહોંચી ગયો. સમાધાન માટે મળેલા પરિવારજનો વચ્ચેનો વિવાદ કઈ પરિસ્થિતિમાં ચાકુના હુમલા સુધી પહોંચ્યો તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

હાલમાં બે આરોપીઓ પોલીસ પકડમાં છે, જ્યારે બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. સમગ્ર ઘટનાની હકીકત અને આરોપોની ભૂમિકા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Mann Ki Baat: ગુજરાતમાં 4 સ્થળોએ વિશેષ આયોજન, અમદાવાદ-ગાંધીનગર-સુરત-સુરેન્દ્રનગરમાં આગેવાનોની હાજરી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.