Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad Khokhra Murder : અમદાવાદના ખોખરામાં બંધ ફ્લેટમાંથી બેગમાં ભરેલી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ પોલીસે શરૂ કરી તપાસ

Ahmedabad Khokhra Murder : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા ખાતે એક બંધ ફ્લેટમાંથી આશરે 60 વર્ષીય વૃદ્ધ મહિલાનો મૃતદેહ બેગમાં ભરેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 19 Oct 2026 02:47 PM IST
Ahmedabad Khokhra Murder : અમદાવાદના ખોખરામાં બંધ ફ્લેટમાંથી બેગમાં ભરેલી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ પોલીસે શરૂ કરી તપાસAhmedabad Khokhra Murder : અમદાવાદના ખોખરામાં બંધ ફ્લેટમાંથી બેગમાં ભરેલી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ પોલીસે શરૂ કરી તપાસ

Ahmedabad Khokhra Murder

Ahmedabad Khokhra Murder : ફ્લેટમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં સ્થાનિક રહીશોને શંકા ગઈ હતી, જેના પગલે તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદથી તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, ખોખરા વિસ્તારમાં કિશ્રચયન સોસાયટી નજીક આવેલા જીવનરક્ષા એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા બંધ ફ્લેટમાંથી લક્ષ્મીબેન ડાભી નામની આશરે 60 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં બેગમાં ભરેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

બંધ ફલેટમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

બંધ ફ્લેટમાંથી આ રીતે મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને ચિંતા ફેલાઈ હતી. જોકે, મહિલાનું મૃત્યુ ક્યારે અને કયા સંજોગોમાં થયું તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પ્રાથમિક માહિતી અનુસાર, લક્ષ્મીબેન ડાભી એક ખ્રિસ્તી વ્યક્તિ સાથે લગ્ન કરીને આ વિસ્તારમાં રહેતાં હતાં. તેઓ પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા સાથે પણ સંકળાયેલાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ વિગતો અને ઘટનાના સંભવિત કારણો વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે હાલ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ નથી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખોખરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતદેહની સ્થિતિ, ફ્લેટના સંજોગો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પુરાવાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા માટે FSLની મદદ લેવામાં આવી છે.

પોલીસે સીસીટીવની પણ તપાસ શરૂ કરી

પોલીસ તપાસમાં મુખ્યત્વે મહિલાનું મૃત્યુ કેવી રીતે થયું, મૃતદેહ બેગમાં શા માટે રાખવામાં આવ્યો હતો અને આ મામલે કોઈ ગુનાહિત કૃત્ય થયું છે કે કેમ તે સહિતના પાસાંઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં મહિલાના મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસના અહેવાલ તેમજ પોલીસની વધુ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવી શકશે.

ખોખરાના બંધ ફ્લેટમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવવાની આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર જગાવી છે. પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને સત્તાવાર વિગતો સામે આવ્યા બાદ જ ઘટનાના રહસ્ય પરથી પડદો ઊંચકાશે.

આ પણ વાંચો : Varadayini Mata Temple in Rupal : નવમા નોરતે રૂપાલમાં જગદીશ વિશ્વકર્માએ કર્યા વરદાયિની માતાજીનાં દર્શન

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે