Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: એરપોર્ટ પરથી રૂપિયા 2 કરોડનો શંકાસ્પદ ગાંજો જપ્ત, પેડલર અને રિસીવર બંનેની ધરપકડ

Ahmedabad: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2,117 ગ્રામ શંકાસ્પદ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ગાંજો લાવનાર પેડલર અને તેને રિસીવ કરવા આવેલા અન્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 18 Oct 2026 10:05 PM IST
Ahmedabad: એરપોર્ટ પરથી રૂપિયા 2 કરોડનો શંકાસ્પદ ગાંજો જપ્ત, પેડલર અને રિસીવર બંનેની ધરપકડAhmedabad: એરપોર્ટ પરથી રૂપિયા 2 કરોડનો શંકાસ્પદ ગાંજો જપ્ત, પેડલર અને રિસીવર બંનેની ધરપકડ

Ahmedabad

Ahmedabad: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2,117 ગ્રામ શંકાસ્પદ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ગાંજો લાવનાર પેડલર અને તેને રિસીવ કરવા આવેલા અન્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા શંકાસ્પદ ગાંજાની અંદાજિત કિંમત રૂપિયા 2 કરોડ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શંકાસ્પદ ગાંજો સાત વેક્યૂમ પેકેટમાં લાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સુરક્ષા અને સંબંધિત એજન્સીઓએ આ જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા પદાર્થના નમૂનાઓ વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ જ પદાર્થની ચોક્કસ ઓળખ અને તેની પ્રકૃતિ સ્પષ્ટ થશે.

રિસીવરે પેડલર માટે કરી હતી મુસાફરીની વ્યવસ્થા

તપાસમાં સામે આવ્યું છે કે એરપોર્ટ પર પેડલરને રિસીવ કરવા આવેલો વ્યક્તિ તેની મુસાફરીની તમામ વ્યવસ્થા કરવામાં સંકળાયેલો હતો. બંને વચ્ચેના સંબંધો અને શંકાસ્પદ ગાંજાની હેરફેરમાં તેમની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન બંને વ્યક્તિઓ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટના પુરાવા પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ડિજિટલ પુરાવાઓના આધારે ગાંજાની હેરફેર સંબંધિત કડી શોધવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

બાળપણના મિત્રો હોવાનું સામે આવ્યું

પકડાયેલા બંને આરોપીઓ બાળપણના મિત્રો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ગાંજો લાવનાર પેસેન્જર ઉત્તર પ્રદેશના બકિયા વિસ્તારનો રહેવાસી છે, જ્યારે તેને રિસીવ કરવા આવેલો વ્યક્તિ ગાંધીનગર જિલ્લાના કલોલનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંનેની ધરપકડ કરીને સમગ્ર નેટવર્ક, ગાંજાના સંભવિત સ્ત્રોત અને હેરફેરના હેતુ અંગે તપાસ ચાલી રહી છે. FSLના રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Narmada News: કરજણ નદી પરના બ્રિજમાં ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ સામે આવતા કોન્ટ્રાક્ટર સામે માર્ગ મકાન વિભાગે ફરિયાદ નોંધાવી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.