Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : નવરંગપુરા વિસ્તારમાં ઝાડ ધરાશાયી, કાર સહિત ત્રણ વાહનો દબાયા

Ahmedabad : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલના સ્ટેચ્યુ નજીક આજે બપોરે પોણા ચાર વાગ્યાની આસપાસ ઝાડ ધરાશાયી થવાની ઘટના બની હતી.
Kunjan ShuklaUpdated on: 18 Sep 2026 05:06 PM IST
Ahmedabad : નવરંગપુરા વિસ્તારમાં ઝાડ ધરાશાયી, કાર સહિત ત્રણ વાહનો દબાયાAhmedabad : નવરંગપુરા વિસ્તારમાં ઝાડ ધરાશાયી, કાર સહિત ત્રણ વાહનો દબાયા

Ahmedabad

Ahmedabad : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલના સ્ટેચ્યુ નજીક આજે બપોરે પોણા ચાર વાગ્યાની આસપાસ ઝાડ ધરાશાયી થવાની ઘટના બની હતી. અચાનક ઝાડ રસ્તા પર પડતાં એક કાર અને બે ટુ-વ્હીલર તેની નીચે દબાઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે જાનહાનિ થઈ નથી.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી મુજબ, ઝાડ પડવાની ઘટનાની જાણ થતાં નવરંગપુરા ફાયર સ્ટેશનમાં કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. ઝાડ રસ્તા પર પડતાં તેની નીચે વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો. વાહનવ્યવહાર અટકી જતાં ઘટનાસ્થળની આસપાસ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દબાયેલા વાહનોને બહાર કાઢવા માટે પણ કામગીરી હાથ ધરાઈ

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કટર સહિતના સાધનોની મદદથી રસ્તા પર પડેલા ઝાડને કાપીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાથે જ દબાયેલા વાહનોને બહાર કાઢવા માટે પણ કામગીરી હાથ ધરાઈ હતી. સદનસીબે ઘટના સમયે ઝાડની અડફેટે કોઈ વ્યક્તિ આવી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા ઝાડના મોટા ભાગને રસ્તા પરથી દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓને કારણે વાહનચાલકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા રસ્તા પર જોખમી સ્થિતિમાં આવેલા વૃક્ષો અંગે જરૂરી તકેદારી રાખવામાં આવે તેવી જરૂરિયાત પણ સામે આવી છે.

આ પણ વાંચો : Aravali : ભારે વરસાદની અસર, વડથલી-ખાખરીયા વચ્ચેનો માર્ગ સંપર્કવિહોણો બન્યો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.